My Organic Garden Blog

કિચન ગાર્ડનિંગ માટે જરૂરી વસ્તુ ક્યાંથી મળે ?
ગાર્ડન માટે વિવિધ પ્રકારનાં શાકભાજીના ઓર્ગનિક બીજ,દાદીમાનું બીજ, દેશી બીજ અને હોમ ગાર્ડન માટે જરૂરી પોટ મિક્સ , કોકોપીટ, વર્મીકમ્પોસ્ટ, માઈક્રો ન્યુટ્રીયન્ટ, સીવિડ અને હોમ ગાર્ડન માટે જરૂરી સાધનો જેવા... Read more...
ઘર આંગણે શાકભાજી ઉગાડવા મારે કઈ 4 વાતો ધ્યાન માં લેવી ?
ઘર આગણે શાકભાજી ઉગાડવા માટે સ્થળની પસંદગી ખુબ અગત્યની છે. સ્થળની  પસંદગી માં ચાર વાતો ખુબ અગત્યની છે , છ થી આઠ  કલાક નો સૂર્યપ્રકાશ , પાણી ઉપ્લબધિ , ગાર્ડન ટૂલ્સનો સ્ટોરેજ અને ફળદ્રુપ માટી અથવા પોટ મિક્સ , જ્યાં કુંડા રાખવાના હોય ત્યાં પૂરતો  સીધો સૂર્ય પ્રકાશ આવવો જોઈએ. ઉનાળામાં વધુ તીવ્ર્ સૂર્યપ્રકાશ આવતો હોય તો સૂર્ય પ્રકાશને રોકવા માટે ગ્રીન નેટ  લગાડી શકાય. ૨૦ થી ૩૦ ચોરસફૂટની જગ્યાની ટેરેસ હોય ત્યાં પણ હોમ ગાર્ડેન ઉછેરી શકાય છે. વધુ વિગતો આપ બ્લોગ માં વધુ વાંચતા રહો  ગાર્ડનિંગ RKGC વોટ્સએપ... Read more...
વિનકા ફ્લાવર - હાઈબ્રીડ બારમાસી - VINCA
વિનકા એટલે બારમાસી , આપણે ત્યાં  દેશી બારમાસીના છોડ નર્સરી માંથી મળતા હોય છે પણ હવે વિવિધ કલરના બારમાસી એટલે કે વિનકા મિક્સના બીજ મળે છે , બીજ રાઈ કરતા પણ નાના હોય છે , બારમાસી ઉનાળામાં ખુબજ ખીલી ઉઠે છે એટલે કે આપણા પ્રદેશમાં બારમાસી અગત્ય નો ફૂલ છોડ છે , હાઈબ્રીડ વિનકાના ફૂલ માં વિવિધ કલર આવેછે , ઘણાલોકો વિનકાને ટીલડી પણ કહે છે , ઉનાળામાં આવેલા ફૂલોમાંથી બીજ બનતા ક્યારામાં બારમાસી ના અસંખ્ય છોડ ઉગી નીકળે છે તે છોડ તમે બીજાને નાના  કુંડામાં ફેરરોપણી કરી ભેટ આપીને બીજા... Read more...
તુલસી ના છોડ મોટા થઇ બગડી જાય છે ?
આપણા ઘર માં તુલસીનો છોડ હોઈ તે તુલસી ક્યારામાં વાવી  શકાય અથવા કૂંડા   માં પણ વાવી શકાય  તુલસીના છોડ મોટા એટલે કે પુખ્ત  થતા જાય તેમ તેમ તેમાં માંજર આવવાનું શરુ થાય છે  એક વાત ખાસ યાદ રાખો  તુલસી ના માંજર એટલેકે તેના બીજ બનવાની પ્રક્રિયા વખતે છોડને વધુ પોષણની આવશ્યકતા પડે છે  તેથી ત્યારે છોડ ને પોષણ આપવું પડે , પણ આપણને બીજ તો જોઈતા નથી તો એક કામ ખાસ કરો  માંજર આવે ત્યારે સમયે સમયે માંજર ને કાતર  થી કાપી લો  જુવો તમારી તુલસીનો છોડ લીલોછમ  દર 2 મહિને તેને પોષણ... Read more...
સુકા પાંદડા ખાતરમાં વપરાય ?
ઓર્ગેનિક મેટર એટલે ઝાડ, છોડના પાંદડા, ડાળી,  ફળની છાલ અને પશુના છાણ-મૂત્ર એ જમીન માટે સેન્દ્રીય તત્વ છે તે પૂરેપૂરું સેડવીને વાપરવું જોઈએ. પોદળો સીધો નાખી શકાય નહિ , પોદળામાંથી બનેલા છાણાનો ભૂકો ચાલે  જેથી તેમાં જીવાત ન  થાય. લીલા પાંદડા કે લીલું ગોબર નહિ ચાલે તેને કમ્પોસ્ટીંગ કરવું જોઈએ. બગીચામાં ઇંટો ગોઠવીને એક કમ્પોસ્ટ પીટ બનાવો તેમાં પાંદડા, કચરો વગેરે નાખો અને  સડવા દયો તો સારું ખાતર મળશે, આ સડવાની પ્રક્રિયા ઝડપી બનવવા તેને ભીનો કરી તેમાં સેડાવવાના ઉપયોગી બેક્ટેરિયા નાખી ૪૫ દિવસમાં ખાતર તૈયાર કરી શકાય છે. વધુ માહિતી માટે... Read more...
હોમ ગાર્ડનમાં શાકભાજી વાવવી હોય તો કુંડા અથવા ગ્રોબેગ કેવડી લેવી ?
કુંડા  બઝારમાં વિવિધ આકાર અને વિવિધ સાઈઝના બઝાર માં મળતા હોય છે. ટેરાકોટાના, માટીના, સીરામીકના છીછરા અને ઉંડા કુંડા બઝારમાં મળતા હોય છે. આપણે જ્યારે શાકભાજી વાવવું છે ત્યારે ૯ ઈંચ થી વધારે  માટીનો થર થાય તેવા ઉંડા કુંડાની જરૂરીયાત રહે છે. છીછરા કુંડા બોન્સાઇ માટે ઉપયોગી હોઈ છે ,  ચિત્રમાં દર્શાવ્યા મદ્રાસ ના એક ભાઈ પોતાના ઘરના હોમ ગાર્ડન માટે કેવો સરસ પ્રયોગ કર્યો છે બઝાર માં મળતા કેમિકલના પ્લાસ્ટિકના ડ્રમના ઉભા બે ભાગ કરી બે એક પ્લાસ્ટિક ડ્રમ માંથી 2 મોટા કુંડા બનાવ્યા જુવોને આપણી જરૂરિયાત છે તે માટીનો થર થશે... Read more...
ટામેટાના છોડમાં ફળો કેટલા સમયે આવે ?
ટામેટા બીજ વાવ્યા પછી બે મહિના પછી ફળ બેસે, ટામેટાના છોડ માં કીટકો આવે નહિ તેના માટે આખા છોડને મચ્છરની જાળી જેવું ગ્રો કવર ચડાવી દેવું તો ટામેટીના છોડને કીટકો લાગશે નહિ, છોડની ડાળીઓને લાકડીના ટેકા  સાથે બાંધતું જવું  ફળો થોડા લાલ થવા માંડે એટલે ઉપયોગમાં લઇ શકાય, ટામેટાં  લીલા પણ ઉતારી શકાય થોડા દિવસ રાખોતો તે કેસરી પણ થઇ  જાય પછી ઉપયોગમાં લઇ શકાય  ટામેટાના બીજ માટે 9825229966 પટેલ એગ્રો અથવા વોટ્સએપ કરો  Read more...
કુંડામાં માટી સાથે ભરવા જરૂરી તત્વો કયા ઉમેરવા ?
કુંડામાં ભરવામાં આવતી માટીને પોટિંગ મિક્ષ કહે છે. એટલે કે આ પોટિંગ મિક્ષમાં કોકોપિટ, વર્મીકમ્પોસ્ટ, માટી, નીમ કેક  પાવડર, હ્યુંમિક ગ્રેન્યુલ, સીવીડ અને સેન્દ્રીય ખાતરો સપ્રમાણમાં નાખવાના હોય છે. જેથી છોડને પુરતું પોષણ મળી રહે, આપણો  ઉદ્દેશ આપણા હોમ ગાર્ડન માં શાકભાજી , ફૂલો, ભાજી , વેલાઓ ઉગે અને તેમાંથી આપણ ને આપણા ઘર માટે ઓર્ગનિક શાકભાજી મળે તે માટે પોષણ ખુબ અગત્યનું છે , કોકોપીટ  પોરોસિટી  વધારે છે , વર્મીકમ્પોસ્ટ પોષણ આપે છે , હ્યુમિક છોડના મૂળ ને વિકસવામાં મદદ કરે છે , સીવીડ એટલે કે દરિયાઈ શેવાળની એક ખાસ પ્રજાતિ છોડને કુદરતી... Read more...
RKGC માંથી લાવેલું બીજ હોમ ગાર્ડનમાં કેવી રીતે વાવવું ?
 વાવેતર કરવું એ એક કળા છે. બીજ ખુબ ઊંડું જવું ન જોઈએ. અને બીજ વાવતા પહેલા જે સ્થળે બીજ વાવો છો તેની માટી પોચી  અને ભરભરી હોવી જોઈએ.  બીજ જેવડું... Read more...
મેરીગોલ્ડ હાયબ્રીડ ફ્લાવર AFRICAN MERIGOLD
મેરીગોલ્ડ એટલે ગલગોટા , આજે મેરીગોલ્ડ હાયબ્રીડ બાઝાર માં મળે છે જેના ફૂલ એક સરખા અને સુંદર હોય છે આજે રાજકોટ ની નજીકના ખેડૂતો આફ્રિકન મેરીગોલ્ડ ની ખેતી કરે છે . એક બે મિત્રો સાથે મળીને હાયબ્રીડ ગલગોટા બીજ ખરીદી તમારા આંગણાની શોભા વધારો  વધુ વિગત માટે 9825229966  Read more...
કિચન ગાર્ડન માં થતા શાકભાજી અને બીજા પાક ની યાદી આપજો
ટમેટા, વટાણા,અન્ય કઠોળ,ગાજર , કોબીજ, કાકડી, બટાકા, મકાઈ વાલોડ પાપડી,પાલક , નાના વેલાવાળા કઠોળ , બ્રોકોલી, કોબીજ, સુવા ની ભાજી , ફુદીનો- લેટયુસ, ચાઇવ, વટાણા,લસણ, કાકડી, ડુંગળી, ટમેટા ,કોળા, કાકડી ઓરેગાનો, બટાકા ગાજર, ડુંગળી, મૂળા, સ્ટ્રોબેરીગલગોટા, ટમેટા, ગુલાબ, બટાકા, ફુદીનો- કોબીજ, વટાણા ડુંગળી, બીટ, ગાજર, નોલખોલ વટાણા, કાકડી,બટાકા-, કઠોળ, મકાઈ, કોબીજ,વટાણા,રીંગણ સૂર્યમુખી , સ્કોવોસ, ઝુકીની, મકાઈ અજમો, વરિયાળી વગેરે Read more...
પ્રો હોમ કિચન ગાર્ડન ના કુંડા અને  ગ્રોબેગ માં  બીજું ઘાંસ ઉગ્યું છે શું કરવું ?
પ્રો હોમ કિચન ગાર્ડનમાં છોડની આજુબાજુ ખુરપી વડે સમયાંતરે નિદણ (વધારાનું ઘાસ) દુર કરી ગોડ કરોકોઈ પણ ક્યારા કે કુંડામાં કોઈ પણ વધારાનું ઘાસ રાખવું નહિ , એક કુંડામાં બે છોડ પણ રાખવા જોઈએ નહિ , રાખશો તો પોષણ ની હરીફાઈ થશે તો બને છોડ તમને ઓછા ફળ આપશે ,મોટા ભાગે બહારથી લાવેલી માટીમાં ઘાસ  અથવાતો નિંદામણ ના બીજ હોય છે તે ઉગે એટલે દૂર કરવા રાહ જોવી નહિ જો ચુસીયા જીવાત આવતી હોય તો નીમ છાંટવું અથવા પીળા સ્ટીકી ટ્રેપ લગાડવા માટી ને સારી બનાવવા સારું પોટ મિક્સ વાપરો  Read more...
રોજ સાંજે વરસાદ આવે છે મરચીમાં પાન કુક્ડાઈ ગયા છે અને રીંગણામાં છોડ બહુ વધી ગયા છે શું કરવું ?
સૌથી પ્રથમ રાજકોટ કિચન ગાર્ડનીંગ ક્લબના એક્ટીવ મેમ્બર તરીકે ધન્યવાદ, જુઓ વરસાદ વધુ થયો છે,  ભાદરવાની ગરમી પડવાની છે તેથી રોગ આવાની પૂરી શક્યતા છે. વાતાવરણ ભેજવાળું રહેવાથી ફૂગના રોગો આવે છે મરચીમાં સલ્ફર ૮૦ ટકાનું દ્રાવણ છાંટવાથી અથવા ગૌમૂત્ર છાંટવાથી ફાયદો થશે. રીંગણા ખુબ વધી ગયા છે કારણ કે વરસાદ નું પાણી સતત મળે છે ત્યારે વિકાસ વૃદ્ધિ  થઇ જાય છે ક્યારામાં થોડો ગોડ કરી ભેજ ઘટાડવા પ્રયત્ન કરજો. છોડ ખુબ વધી ગયા હોય એટલે કે ગોઠણ સમા થી મોટા થઇ ગયા હોય તો ઉપરની ડુંખ કાપીને વધુ ડાળીઓ... Read more...
ડાળી કાપવાની કાતર ફાલ્કન ૭૦૦૮
તમારા બગીચા માં લીંબુડી છે અથવા મોટું ઝાડ છે તેને વખતો વખત પ્રુનિંગ કરવું જરુરી છે , પ્રુનિંગ એટલે વધુ ફળો લાવવા માટે છોડ ને આરામ આપવો, દા  ત  લીંબુ માં બારેમાસ ફળ આવે છે પણ ઉનાળામાં ઓછા આવે છે તો સપ્ટેમ્બર મહિના માં લીંબુને પાણી આપવાનું બંધ કરો એક મહિના માં લીબું પોતાના પાન ખેરવી નાખશે , આજ સમયે નકામી કે સુકાયેલી ડાળી નું પ્રુનિંગ કરી નાખો , ઓક્ટોબર માં  ખાતર અને પાણી સરું કરો , ઉનાળે એપ્રિલ માં તમને સારો ફાલ મળશે , આને લીંબુ ની બહાર ની... Read more...
બગીચા માટે જરૂરી સુપર ગ્રીપ વાળું સિકેટર એક જરૂર વસાવો ,
જો તમારે બગીચામાં ફળ ઉતારવા કે કટિંગ અને પ્રુનિંગનું કામ કરવું હોય તો સિકેટર વસાવવું જોઈએ ,  યાદ રાખો બઝાર માં સસ્તા સિકેટરની ધાર શાર્પ નહિ હોવાથી છોડની ડાળી છૂંદાય જવાથી છોડ ને નુકશાન થાય છે, એટલે ત્યાં ફૂગનો રોગ લાગી જાય છે . જયારે  ફાલ્કન કંપનીના સિકેટરમાં  કટિંગ શાર્પ હોય છે . ફાલ્કન સુપર ખરેખર સુપર સિકેટર છે  વધુ વિગત માટે 9825229766 Read more...
શું છોડ ઉછેરવા ના કન્ટેનર કુંડા ફક્ત વજનદાર માટીના જ હોય ?
જી ના ,  કન્ટેનર તરીકે એટલે કે કુંડા તરીકે લાકડાનું બોક્સ, માટીનું કુંડુ, સિમેન્ટ નું કુંડુ, પ્લાસ્ટિકની ગ્રો બેગ કે શણમાંથી બનાવેલ કોથળા પણ ચાલે. તમારી પાસે રહેલું કોઈ પણ કન્ટેનર  તમારા બગીચાનું સાધન થઇ શકે , હવે તો બજાર માં પ્લાસ્ટિકની ગ્રો બેગ મળે છે તેમાં પોટિન્ગ મિક્સ નાખી તમારા મનગમતા શાકભાજી કે ફૂલછોડ ઉછેરી શકાય ટૂંકમાં છોડ ને આધાર આપવા  માટીની જરૂર છે તે કેમ  ભરો છો તે તમારી મરજીની વાત છે , આજ કલ પ્લાસ્ટિકના મોટા ડ્રમ ને ઉભા કાપી ને મોટા આડા કુંડા લોકો બનાવે છે , મન... Read more...
ગ્રો બેગ એટલે શું ? પોટ મિક્સ સાથે મળે ?
ગ્રો બેગ એટલે યુવી સ્ટેબિલાઇઝ્ડ પ્લાસ્ટિકની એક પ્રકારની થેલી કે જેમાં ખાસ પ્રકારના કોકોપીટ અને ઓર્ગનિક ન્યુટ્રીયન્ટ ભરેલા હોય અને તે ગ્રો બેગ માં વધારાનું પાણી નીકળી જાય તેવી વ્યવસ્થા હોય અને બીજ વાવવા માટે ગ્રો બેગ માં બીજ વાવી ને સોઇલ લેસ ખેતી થઇ શકે છે. એટલે કે જમીન વગર પણ છોડ ઉછેરી શકાય છે. ભારતમાં કિચન ગાર્ડન  આ પ્રકારે  ગ્રો બેગમાં જરૂરી પ્રવાહી ખાતરો આપી ઉગાડી શકાય છે . ગ્રો બેગમાં આપણી રીતે કોકોપિટ, માટી, સેન્દ્રીય ખાતર અને વર્મીકમ્પોસ્ટ નાખીને પણ જુદા જુદા ખાતરો આપી ઘર આંગણે શાકભાજી ઉગાડી શકીએ છીએ.... Read more...
ટેરેસ ગાર્ડન શાકભાજી ઉગાડવા શું કરવું ?
ટેરેસ ગાર્ડન અથવાતો અર્બન ફાર્મિંગ આજના યુગની માંગ છે , અગાસીમાં તડકો છે કે છાંયડો છે તે જોઇને તે પ્રમાણે ટેરેસ ગાર્ડન કરી શકાય .  પ્લાસ્ટિકના મોટા કુંડા કે પીપમાં વેલ , મોટા છોડ કે પપૈયા જેવા ઝાડ પણ ઉગાડી શકાય અથવા  લતા વેલ ઉગાડીને  મંડપ પણ અગાશીમાં થઇ શકે છે.  એક વાત ખાસ નોંધી લો કે જો તમે ટેરેસ ગાર્ડન કરો છો તો ધાબાને વોટર પ્રુફીંગ ટ્રીટમેન્ટ ખાસ આપી દેજો  કારણ કે દરેક કુંડા  માંથી વધારાનું પાણી તમારી ટેરેસ માં પડશે . આ બધી વ્યવસ્થામાં વધારાનું પાણી નીતરી જાય તેવી વ્યવસ્થા પણ કરવી... Read more...
કિચન ગાર્ડનિંગ માટે માટી કેવી જોઈએ ?
ઘરની આજુબાજુની ખુલ્લી, ફાજલ જમીન, અગાશી, છત કે બાલ્કનીમાં શાકભાજી પાકોનું વાવેતર થઇ શકે છે. તેને ઘર-આંગણની ખેતી પણ કહેવાય છે.આપણે તેને કિચન ગાર્ડનિંગ  કહીશુ મકાનના કમ્પાઉન્ડમાં ઉગાડવાની શાકભાજી માટે  જમીનનો પ્રકાર બહુ મહત્વની બાબત છે તેમાં ખેતરોઉ કાળી માટી લઇ શકાય . સારામાં સારી માટી લાલ માટી ગણાય છે . જોકે હવે જો પોટમીક્ષ વાપરવામાં આવે છે.જેમાં માટી સાથે વર્મીકમ્પોસ્ટ, કોકોપીટ , પોષક તત્વો અને સેન્દ્રીય તત્વો હોયછે . બહારથી સારી માટી લાવીને ૨૦ થી ૩૦ સે.મી. સુધી ક્યારી માં અથવા લાકડાના ખોખાં, માટીનાં મોટા કુંડામાં અથવા ગ્રોબેગમાં આપણે ટામેટા,... Read more...
આપણું આંગણું લીલુંછમ હરિયાળું અને રંગબેરંગી ફૂલોથી સજેલું હોય તો કોને ન ગમે?
આપણા આંગણે શાકભાજીનું વાડોલીયું હોય, થોડા રંગબેરંગી ફૂલો હોય, ઘરની બહાર છાયો આપતા વૃક્ષો હોય અને તેના ઉપર કોયલના ટહુકા સંભળાતા હોય તેવા ઘરની કલ્પના સૌને હોય આવું ઘર આજના ઝડપી યુગમાં ઘણી વખત બધા ઝંખતા હોય ત્યારે તમે તમારો થોડો સમય આંગણા પ્રવૃતિમાં ગાળો તો આજના પ્રવર્તમાના કાળમાં પણ શહેર હોય કે ગામડું, ફળીયામાં કે અગાશી ઉપર કે વાડીના એક ખૂણે કુણી કુણી ભાજી, કોથમીરની સુગંધ, ટમેટાના નાનકડા છોડમાં લાલઘુમ ટમેટા અને મરચાના છોડમાં મરચા લાગ્યા હોય અને તેનો રોજેરોજની રસોઇમાં ઉપયોગ થાય તો રસોઇમાં પણ કેવી મીઠાશ અને... Read more...
મારા હોમ ગાર્ડન માં કારેલા અને દુધી વાવ્યા છે તેના વેલા કેમ ચડાવવા ?
વેલા વાળા પાકો પણ હોમ ગાર્ડન માં વાવી શકાય છે. દુધી કારેલા, ઘીસોડા, ગલકા, કાકડી અને તરબૂચ જેવા વેલાવાળા પાકો હોમ ગાર્ડનમાં વાવીએ તો તેનું સ્ટેકીંગ કરવું જરૂરી છે. સ્ટેકીંગ એટલે વેલાને આધાર આપવો અથવા વેલાને ચડાવવા. વેલાવાળા પાકોના વેલા જમીન પર રહે તો તેનું ફળ જમીનને અડતું હોય ત્યાં સૂર્ય પ્રકાશ પુરતો મળતો નથી તેથી તે જગ્યાએ ફળ પીળું રહે છે. વેલાવાળા પાકો દીવાલની નજીક વાવો જેથી સ્ટેકીંગ કરવું સરળ પડશે  તમારા હોમ ગાર્ડનમાં વેલાવાળા પાકો કમ્પાઉન્ડ વોલ પાસે વાવી ને વેલા ચડાવવા માટે બામ્બુ, લાકડી, તાર, દોરી, વગેરેની... Read more...
ચોમાસામાં મકાનની અગાસી કે ટેરેસ ઉપર શાકભાજી ઉગાડી શકાય ?
ઘર આંગણે શાકભાજી વાવીને ઓર્ગેનીક શાકભાજી મેળવવા હોય તો આપણે વાડોલીયુ,  ટેરેશ ગાર્ડન કે ઘાબા ગાર્ડન બનાવવું જોઈએ.  જાતે પકવીને જાતે ખાવની વાત જ કંઇ ઓર છે. અગાસી કે ધાબા ઉપર પણ તમે શાકભાજી વાવેતર કરવા ઇચ્છતા હો તો વાવેતરની તૈયારી માટે કુંડા, લાકડાના બોક્ષમાં કે અલંગમાંથી મળતી પ્લાસ્ટીકની ટ્રે કે પછી હળવી ગ્રોબેગ  લાવીને જ્યાં 4 થી 6 કલાક નો સૂર્ય પ્રકાશ મળતો હોઈ ત્યાં જરૂર તેનું આયોજન કરી છત ઉપર પ્રો હોમ કિચન ગાર્ડન ઉગાડી શકાય . આપણી RKGC કોમ્યુનિટી ની ફેસબુક ઉપર અત્યારે 500 થી વધુ રાજકોટના ઘરો કે જ્યાં... Read more...
નાનું સિકેટર કોના માટે ઉપયોગી
બગીચાની કામગીરીની મજા ત્યારે આવે જયારે આપણા બગીચાના છોડ તંદુરસ્ત અને ફળો  અને ફૂલો થી લચેલાં હોઈ કે ફૂલો થી ભરપૂર હોય પણ તે માટે જોઈએ છોડની કાળજી , ફળ તોડવા એ એક પ્રકારની છોડને ઇન્જરી છે , કે વધારાની ડાલી કાપવી તે એક પ્રકારની ઇન્જરી છે તેમાં છોડની ડાળી છૂંદાયના જાય તેની કાળજી માટે સિકેટર વાપરવું જરૂરી નાની એટલે કે 15 મિમિ નાની ડાલી કાપવા નાનું સિકેટર જોઈએ  Read more...
હોમ ગાર્ડનના છોડમા પોષણ માટે શું આપવું જોઈએ. ?
ઘર આંગણે શાકભાજી કરીયે  છીએ ત્યારે જંતુનાશકનો છંટકાવ કર્યા  વગર ઓર્ગેનિક શાકભાજી પકવવાના વિચાર આપણને હોય છે.  રાસાયણિક ખતરો વાપર્યા વગર છોડનો સારી રીતે વિકાસ થાય તે માટે છોડને પોષણ તો આપવું પડશે તો તે માટે કુદરતી તત્વો ઉમેરીને છોડનો વિકાસ કરી શકાય. દા. ત. ગૌમૂત્ર પાવું અથવાતો ગૌ મૂત્રનો છંટકાવ કરીને ચુસીયા જીવાતથી છોડ ને મુક્ત રાખી શકાય, દરિયાઈ સેવાળ - સી વીડ , વર્મી કમ્પોસ્ટ, વર્મીવોશ અને ૧૯:૧૯:૧૯; જેવા ખાતરો વખતો વખત આપીને છોડ તંદુરસ્ત રહે અને વધુ ફળો અને ફૂલો આપે તેવું આયોજન કરવું જોઈએ .  છોડને પોષણતો... Read more...
મનુષ્યને રોજની શાકભાજી ની જરૂરિયાત કેટલી ?
દરેક વ્યકિતને સ્વસ્થ અને નિરોગી જીવન વિતાવવા માટે  રોજના ૧૭૫ ગ્રામ ફળ તથા ૩૦૦ ગ્રામ શાકભાજી  જેમાં કંદમૂળ , પાંદડા વાળા , લીલા શાકભાજી આહારમાં લેવા જોઈએ .  તેના  માટે કિચન ગાર્ડનીંગ એક ઉતમ ઉપાય છે. કિચન ગાર્ડનીંગ દ્વારા આજના યુગમાં સ્વાસ્થયને હાનિકારક રસાયણ રહિત ઓર્ગનિક શાકભાજી તથા ફળો આપણી નજર સામે જાત મહેનતે  ઉગાડી શકાય છે. જે માટે ઘણા ઓછા સમય સાથે શારીરિક કસરત પણ થાય છે , વિશેષમાં જાતે પકવેલા શાકભાજીનો આનંદ અનેરો હોય  છે . કિચન ગાર્ડનીંગના અનેક ફાયદાઓ છે , કિચન ગાર્ડનિંગ ખુબજ સરળ અને સહેલી... Read more...
મારે ઓર્ગનિક શાકભાજી ખાવું છે શું ઘર આંગણે શાકભાજી ઉગી શકે ?
હા , જરૂર , ઘર આંગણે કે વાડોલીયામાં કેવા કેવા અને કેટલા શાકભાજી વાવેતર કરવા જોઈએ કે જેથી આપણી દૈનિક જરૂરીયાત સંતોષાય ? આવા ઘર આંગણે શાકભાજી ઉગાડવા શું તૈયારી કરવી ? તેની વાતો આ બ્લોગમાં આપણે વખતો વખત કરતા રહીશું, નિયમિત બ્લોગ ની મુલાકાત લેતા રહો અને તમારા મિત્ર ને પણ બ્લોગ નું સરનામું આપો , શહેર હોય કે ગામડું સૌ ખપ પુરતુ શાકભાજી પોતે ઉગાડે અને હોશે હોંશે પોતે ખાય તો કુટુંબની તંદુરસ્તી પણ વધશે અને જંતુનાશક અને રસાયણીક ખાતર વગરના જલ્દી ચડીતે  જાય તેવા સ્વાદિષ્ટ ઓર્ગેનીક શાકભાજી પકાવવાનો... Read more...
માટીના કુંડમાંથી પાણી લીકેજ થાય છે શું કરવું ?
જે કન્ટેનર અથવાતો કુંડામાં  છોડ વાવ્યો હોય તે કુડામાં છોડ ના મૂળ નો વિકાસ થતો હોઈ છે જુવો ચિત્ર , તંતુ મૂળ તો એકદમ જીણા અને અસંખ્ય હોઈ છે તેને ભેજ ની જરૂર છે નહિ કે ડુબડુબા  પાણી જો તેવું કરીયે તો છોડ ના મૂળ ને ઓક્સિજન મળે નહિ તો છોડ મારી જાય , ર એટલા માટે તો આપડા દરેક કુંડામાં નીચે વધારાનું પાણી નીકળી જવા માટે કાણું હોય છે. અને તે એકદમ જરૂરી અને આવશ્યક  છે. શક્ય હોય તો કુંડા નીચે પ્લાસ્ટિકની ટ્રે રાખવી જોઈએ. અગાસી ઉપર કે ટેરેસમાં કુંડા રાખ્યા... Read more...
શાકભાજી ગ્રોબેગમાં વાવ્યા હોઈ તો પાણી ક્યારે આપવું ?
શાકભાજીને સફળતાપુર્વક ઉગાડવામાં પાણી અગત્યની છે. માટીના સ્પર્શથી પણ શાકભાજીને પાણી આપવાની જરૂરીયાત છે કે નહિ તે જાણી શકાય છે.ગ્રોબેગ માં રોજ થોડું થોડું પાણી આપવા એક પાણી ના જારા ની આવશ્યકતા રહે છે, યાદ રાખો માટી ના સ્પર્શ થી તમારા કુંડામાં પાણી ની જરૂરિયાત છે કે તે પહેલા ચકાસવું , ચોમાસામાં વરસાદ ખેંચાય ત્યારે પાણી આપવું.અને ઉનળામાં માટી સુકાય નહિ તે ધ્યાન રાખવું , ઉનાળામાં સવારે અથવા સાંજે પાણી આપવાનું રાખવું બપોરે તડકામાં નહિ ,  શાકભાજીને સાધારણ રીતે સાંજે પાણી આપવું. સુર્યના તાપમાં પાણી આપવું હિતાવહ નથી. Read more...
ડાળી કાપવાની કાતર ફાલ્કન ૭૦૦૭
તમારા બગીચા માં લીંબુડી છે અથવા મોટું એકાદું ઝાડ છે તો તેને વખતો વખત પ્રુનિંગ કરવું જરુરી છે , પ્રુનિંગ એટલે વધુ ફળો લાવવા માટે છોડ ને આરામ આપવો, દા  ત  લીંબુ માં બારેમાસ ફળ આવે છે પણ ઉનાળામાં ઓછા આવે છે તો સપ્ટેમ્બર મહિના માં લીંબુ ને પાણી આપવાનું બંધ કરો એક મહિના માં લીબું પોતાના પાન ખેરવી નાખશે , આજ સમયે નકામી કે સુકાયેલી ડાળી નું પ્રુનિંગ કરી નાખો , ઓક્ટોબર માં  ખાતર અને પાણી સારું કરો , ઉનાળે એપ્રિલ માં તમને સારો ફાલ મળશે , આને લીંબુ... Read more...
ફાલ્કન સીકટર સુપર કટની જરૂરિયાત નાનું સિકેટર
તમારા બગીચા માં મોગરા , ગલગોટા , શાકભાજી છે કે પછી ગુલાબ છે તમારા માટે પ્રુનિંગ અને કટિંગ માટે સુપર કટ  નાનકડું સિકેટર તમારા બગીચાના સાધન ની કીટ માં હોવું આવશ્યક છે ,  કોઈ પણ છોડને વખતો વખત ટ્રિમ કરવું પડે છે , આને પ્રુનિંગ કહેવાય છે , પ્રુનિંગ જરૂરી છે ત્યારે તમે સૂડી કે કાતર થી કાપશો તો તમારા છોડને નુકશાન થશે કારણકે પ્લાન્ટની ટીસ્યુ ડેમેજ થશે આ માટે જરૂરી હોર્ટિકલ્ચર ટુલ્સ વાપરો તે જરૂરી છે તમને થશે કતાર કે સુદી થી કાપીએ તેમાં શું પરંતુ તમે એકવાર ફાલ્કન સિકેટર  વાપરશો... Read more...