My Organic Garden Blog

ઘર આંગણે શાકભાજી ઉગાડવા માટેના અગત્યના મુદ્દાઓ
હવામાન, ઋતુ  અને વિસ્તાર પ્રમાણેના શાકભાજીની પાકના વાવેતર માટેની પસંદગી કરવી.  ઘરઆંગણાની જગ્યાએ દિવસ દરમ્યાન પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ હોવો ખાસ આવશ્યક છે. શાકભાજી પાક માટે આંગણાની જગ્યા અનુસાર ચોમાસું, શિયાળુ અંને... Read more...
હોમ ગાર્ડનમાં મારી શરૂઆત છે, ક્યાં શાકભાજી વાવવા જોઈએ ?
ગાર્ડનની શરૂઆત કરતા હો તો કન્ટેનર, પોટિંગ મિક્સની પસંદગી કરી લીધી હોય તો તમારા ઘરમાં જ્યાં ચાર કલાકથી વધુ સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં તમારા કન્ટેનર ગોઠવીને અજમો, ધાણા, ફુદીનો, મેથી,... Read more...
મારે RKGC માં જોડાવું છે ક્યાં શાકભાજી ક્યારે થાય?
શિયાળો ઋતુ (રવિ ઋતુ) (ઓક્ટોબર-નવેમ્બર) માં  ટમેટી, મરચી, રીંગણ, કોબીજ, ફ્લાવર, લસણ, ડુંગળી, મૂળા, ગાજર, વાલ, વટાણા, વાલોળ-પાપડી, તુવેર, મેથી, પાલખ, ધાણા, શક્કરીયાં વગેરે    ઉનાળું ઋતુ  (ફેબ્રુઆરી-માર્ચ ) માં... Read more...
દેશી બીજ વાવો. ઓર્ગનિક બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક
આપણે ઘરે  આંગણે શાકભાજી વાવવા હોય તો દેશી બીજ અથવાતો ઉત્તમ સારા બીજ હવે બઝારમાં મળે છે . આપણા રાજકોટ કિચન ગાર્ડનિંગ કરતા બહેનોના ક્લબને પ્રોત્સાહિત કરતા પ્રવીણભાઈ પાસે થી... Read more...
ગાયનું ગોબર કેવું વાપરવું ? લીલું કેમ ન વાપરવું ? પોટમીક્ષ ક્યાંથી મળે ?
આજે પ્રાકૃતિક ખેતીનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય છે ત્યારે આપણે પણ પ્રાકૃતિક રીતે  એટલે કે જંતુનાશક દવાઓ અને કેમીકલો વાપર્યા વગર પોતાના વરંડા કે ટેરેસ કે બાલ્કનીમાં ભારે કુંડાને બદલે હળવી ફૂલ ગ્રોબેગમાં શાકભાજી ઉગાડતા રાજકોટના અનેક બહેનો સાથે જોડાઈ શકાય   . પોતાના ઘરે જાતે પકવો અને પુરા પરિવાર માટે ઓર્ગનિક શાકભાજી ઉગાડો ગ્રોબેગમાં શાકભાજી અને ફૂલો ઉગાડાવ સહેલા છે . જો તમે આવું કરવા માંગતા હો તો તમારે માટી અને છાણીયા ખાતર , વર્મી કમ્પોસ્ટ , કિચનના કચરામાંથી બનાવેલું બ્લેક ગોલ્ડ ની જરૂર પડશે . ગોબર  માટે તમારે ૧ મહિના સુકાયેલું... Read more...
કિચન ગાર્ડનિંગ ની શરૂઆત કરનાર માટે સૂચના
 ગ્રોબેગ ,કન્ટેનર કે કુંડાના તળીયેં  વધારાનું પાણી નીકળવા કાણાં જરૂરી છે   ગ્રોબેગ ,કન્ટેનર કે કુંડાના તળીયેં થોડા ઈંટ કે કપચીના ટુકડા નાખી ઉપર મોટા કાંકરાનો થર કરવો .ઉપર લાલ કે સાદી ખેતરાઉ  માટીમાં 25 % કોકોપીટ અને 25 % વર્મી કમ્પોસ્ટ અથવા સેન્દ્રીય ખાતર નાખવું . દેશી બીજ ને એકદમ છીછરું વાવવું અથવા રોપને ખાડો  કરી ચોપવો.. બીજ ઉગે ત્યાં સુધી પાણી જારા થી અથવા ચારણી રાખીને હળવું પાણી આપવું .. જો માટીમાં લીલ થાય તો સમજવું કે પાણીનો ભરાવો છે , પાણી ભેજ સતત રહે તેટલુંજ આપો .વધુ માહિતી માટે 9825229766ગાર્ડનિંગ RKGC... Read more...
આજકાલ પ્રખ્યાત શાકભાજી ઉગાડવાની કઈ કઈ પદ્ધતિ છે ?
કિચન ગાર્ડન : ઘરની આસપાસની ખુલ્લી જગ્યામાં શાકભાજી અને ફળો ઉગાડવાની પધ્ધતિ બાલ્કની ગાર્ડન : બહુમાળી મકાનમાં અગાશી કે ઝરૂખામાં ફળ, શાકભાજી કે ફૂલછોડ ઉગાડવાની પધ્ધતી વર્ટીકલ ગાર્ડન જમીન સિવાયના... Read more...
કિચન ગાર્ડનમાં કઈ વાતો મહત્વની છે જે સામાન્ય રીતે ભૂલ થાય છે ?
કિચન ગાર્ડન ની શરૂઆત  કરનાર માટે ખુબ જ અગત્યની વાત હોય તો તે છે પોતાની રૂચી, પોતે રસ લેવાના હોય તો કિચન ગાર્ડનીંગ કરવું જોઈએ. આ એક હોબી ,  શોખ છે અને જેના અનેક લાભ છે. કિચન ગાર્ડનીંગ માં સૌથી અગત્યની  ૪ વાતો છે પહેલી ૪ થી ૬ કલાક સુર્ય પ્રકાશ આવે તેવી જગ્યાની પસંદગી,ઉનાળામાં બહુ તડકો હોય તો ગ્રીન નેટ નો પ્રયોગ કરો  બીજું પાણી ની સગવડતા, ત્રીજું પોષક તત્વોથી ભરપુર પોટ-મિક્ષ કે જેમાં ફળદ્રુપ માટી, સેન્દ્રીય ખાતર, વર્મી કમ્પોસ્ટ, સી-વીડ, ઉપયોગી પોષક તત્વો વગેરેનું મિશ્રણ વાપરવું જોઈએ અને ચોથું છોડનું સંરક્ષણ અને પોષક... Read more...
રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનિટી મૂવમેન્ટમાં તમે પણ જોડાવ
રાજકોટ માં કિચન ગાર્ડનિંગના વોટ્સએપના અનેક ગ્રુપ હશે . ગ્રુપમાં  શરુ શરૂમાં બગીચો કેમ શરુ કરવો તેનું  એક બીજા પ્રોત્સાહન આપતા હશે પરંતુ  થોડા દિવસમાં ગ્રુપમાં ન જોઈતા અનેક વિષયની ચર્ચા શરુ થઇ જાય છે અને ગ્રુપનું ધ્યેય ટકતું નથી . એટલે એક ધ્યેય સાથે બધા કામ કરનાર વ્યક્તિઓ હોય તો આવા ગ્રુપ સાચા રસ્તે ટકી  શકે છે અને ઉપયોગી બને છે પણ થાય છે એવું કે ગ્રુપમાં ન જોઈતી પોસ્ટ ના ઢગલા થાય છે  . આવું કોઈ કોઈ ગ્રુપ રાજકોટમાં હોય તો તે છે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી જ્યાં ફક્ત ગાર્ડનિંગ... Read more...
કિચન ગાર્ડનીંગ માટે જરૂરી સામાન ક્યો લાવવો ?
સામાનની ચિંતા ન કરો કઈ નહિ હોય તો પણ ચાલશે આ ચોમાસે થોડી શરૂઆત કરો પછી જરૂર પડે તો સાધનો ખરીદજો થોડી અગત્યની વાતો નોંધો શાકભાજીના ઓર્ગેનિક (દેશી)  બિયારણ, સુકું છાણીયું ખાતર અથવા અળશિયાનું જૈવિક ખાતર,કુંડા અથવા ગ્રોબેગ,-  કોકોપીટ, -  સારી કાળી અથવા લાલ માટી,  -  પાણી નો ઝારો , નાનો મીની સ્પ્રે પંપ-  નકામી ટવિગ કે પાન કાપવા સિકેટર  ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966 Read more...
ઘર આંગણે શાકભાજી ટેરેસ ગાર્ડન કઈ જગ્યાએ કરવું ?
આંગણે લીલાછમ શાકભાજી વાવવા છે પક્ષીઓના મીઠા ટહુકા સાંભાળવા છે અને ઘરની ફરતે શેરીમાં લીલા છમ વૃક્ષો વાવવા છે. ચોમાસુ નજીક આવી ગયું છે ત્યારે આપણે આંગણામાં શાકભાજી ઉગાડવા હોય તો તેના માટે થોડો વિચાર કરીએ. ફળીયામાં ક્યા સ્થળે સવારથી સાંજ સુધીનો સીધો તડકો આવતો હોય તેવી જગ્યા શાકભાજી ઉગાડવા માટે પસંદ કરી શકાય. જયા છાયો આવતો હોય ત્યાં શાકભાજીનો વિકાસ થતો નથી ક્રોટોન જેવા શોભા ના છોડ  વાવી શકાય. શહેરમાં બાજુ બાજુમાં મકાનો હોય, ફળીયુ નાનું હોય અને પુરતો સૂર્ય પ્રકાશ મળતો નવા હોય તો મકાનની છત ઉપર એટલે... Read more...
મારે આંગણામાં આ ચોમાસામાં શાકભાજી વાવવી છે મદદ કરશો ?
સરસ નિર્ણય છે, ચોમાસામાં શાકભાજી વાવીને તમે ચોક્કસ સફળ થશો. નીચેની થોડી વાતો વિચારી રાખો અથવા તૈયારી કરી રાખો. અમારી પાસેથી ઓર્ગેનિક બીજ લઇ જાવ અને ઓર્ગેનિક શાકભાજી ઉગાડો, જાતે પકવો જાતે ખાવ.  ૬ થી ૮ કલાકનો સૂર્ય પ્રકાશ મળતો હોય તે જગ્યા પસંદ કરો. જગ્યા  પાણીના નળની નજીક હોય તે ઇચ્છનીય   ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966  Read more...
કિચન ગાર્ડનીંગ થી ક્યાં ક્યાં લાભ થાય ? મહેનત કેટલી કરવાની ?
  મહેનત રંગ લાવશે , આનંદ મળશે , પ્રયાશ કરો ,  કિચન ગાર્ડનના આયોજન દ્વારા ઘરની બાલ્કની, લોબી, વરંડો, અગાસી કે આસપાસની નકામી જમીન કે વાડાનો સદુપયોગ કરી શકાય છે.    ઘરના વપરાશ માટે તાજા દવા રહિત અને મનપસંદ શાકભાજી મેળવી શકાય    રોજબરોજની શાકભાજી કિચન ગાર્ડનમાંથી ઉપલબ્ધ થતી હોય ઘરખર્ચ ઘટાડી શકાય છે.  ઘરની આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ રાખી શકાય .  ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966 Read more...
ટેરેસ ગાર્ડન એ શહેરી ખેતીની માટેનો એક ઉત્તમ વિકલ્પ છે
જે પોષણ અને શહેરી ઉધ્યાનો વિકસાવવામાં ફાળો આપવા, શહેરી ગરમીની અસરમાં ઘટાડો કરવા પરીવહન ખર્ચ ઘટાડવા તેમજ લાંબી અન્ન પરીવહન સાંકળોમાંથી થતો બગાડ ઘટાડવા વગેરે જેવા સંભવિત લાભો સાથે શહેરના રહેવાસીઓને અન્ન અને રોજગારી પૂરી પાડે છે.જાતે પકવો - જાતે ખાવ કોન્સેપટ આપણે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી પણ આ સેવા આપી રહ્યું છે . તમે પણ એમાં રસ ધારાવાઓ છો તે બદલ rkgc આપનો આભાર મને છે .  ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966 Read more...
ઘર આંગણે શાકભાજી ઉગાડવા મારે કઈ 4 વાતો ધ્યાન માં લેવી ?
ઘર આગણે શાકભાજી ઉગાડવા માટે સ્થળની પસંદગી ખુબ અગત્યની છે. સ્થળની  પસંદગી માં ચાર વાતો ખુબ અગત્યની છે , છ થી આઠ  કલાક નો સૂર્યપ્રકાશ , પાણી ઉપ્લબધિ , ગાર્ડન ટૂલ્સનો સ્ટોરેજ અને ફળદ્રુપ માટી અથવા પોટ મિક્સ , જ્યાં કુંડા રાખવાના હોય ત્યાં પૂરતો  સીધો સૂર્ય પ્રકાશ આવવો જોઈએ. ઉનાળામાં વધુ તીવ્ર્ સૂર્યપ્રકાશ આવતો હોય તો સૂર્ય પ્રકાશને રોકવા માટે ગ્રીન નેટ  લગાડી શકાય. ૨૦ થી ૩૦ ચોરસફૂટની જગ્યાની ટેરેસ હોય ત્યાં પણ હોમ ગાર્ડેન ઉછેરી શકાય છે. વધુ વિગતો આપ બ્લોગ માં વધુ વાંચતા રહો  ગાર્ડનિંગ RKGC વોટ્સએપ... Read more...
રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી ના બધા ગ્રોઅર્સને હેપી દિવાળી અને નવ વર્ષ પર્વની શુભેચ્છા
કિંચન ગાર્ડનિંગ શા માટે ?
ઘરની આજુબાજુની ખુલ્લી, ફાજલ જમીન, અગાશી, છત કે બાલ્કનીમાં ફળ અને શાકભાજી પાકોનું વાવેતર કરવામાં આવે છે, તેને ઘર આંગણાની ખેતી (કિચન ગાર્ડનિંગ) કહેવાય છે. દરેક વ્યક્તિને સ્વસ્થ અને નિરોગી જીવન વિતાવવા માટે મેડીકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના આધારે રોજના ૧૭૫ ગ્રામ ફળ તથા ૩૦૦ ગ્રામ શાકભાજી આહારમાં લેવાની ભલામણ છે. પરંતુ ભારતમાં વ્યક્તિદીઠ માત્ર ૮૦ ગ્રામ ફળ અને ૧૭૦ ગ્રામ શાકભાજી આહારમાં લેવાય છે. વધુ માહિતી અને રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી માં જોડાવા 9825229966 ઉપર RKGC લખીને ગ્રુપ લિંક મેળવો  Read more...
ટેરેસ ગાર્ડનના લાભો
ઇમારતો પર ઇન્સુલેશન ( આચ્છાદાન) સ્તર આવવાથી ઘરવપરાશના ઇલેક્ટ્રિક ખર્ચમાં ઘટાડો થાય છે. ટેરેસ ગાર્ડન પક્ષીઓ, પતંગિયા અને જંતુઓને રહેઠાણ પૂરું પાડી જૈવ વિવિધતામાં વધારો કરે છે. ટેરેસ ગાર્ડન પર ખોરાક ઉત્પન્ન કરવાથી મધ્યમવર્ગીય શહેરી પરિવારોના દૈનિક ખોરાક પર થતાં ખર્ચમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત જરૂરિયાત કરતાં વધારે ઉત્પાદનનું વેચાણ કરી વધારાની આવક પેદા કરી શકાય છે. ટેરેસ ગાર્ડન એ સમગ્ર વર્ષ દરમિયાન શરીરને જરૂરી એવા આહારના મોટાભાગના પોષક તત્વો પહોંચાડવા માટેનું સીધું સાધન છે. એક સુવિકસિત ટેરેસ ગાર્ડન, ખોરાકની દૈનિકજરૂરિયાતોમાં ફાળો આપે છે. કુટુંબની પોષણ સુખાકારી પૂરતા પ્રમાણમાંખોરાકની... Read more...
ચાલો આ ચોમાસે કિચન ગાર્ડનિંગ કરી ઘરે શાકભાજી ઉગાડીયે
કિચન ગાર્ડનિંગ ખુબજ સહેલું અને સરળ  છે જરૂર છે થોડા ઉત્સાહ અને હોબી તરીકે લેવાની .ઝેરો બજેટ ગાર્ડનિંગ કરો .આ ચોમાસે તમે આખો પરિવાર નક્કી કરો કે ઓર્ગનિક શાકભાજી ઉગાડવા છે અને રોજ સાત્વિક શાકભાજીનો આનંદ લેવો છે  કિચન ગાર્ડનમાં છોડ/ ઝાડની આજુબાજુ  ખૂરપી વડે જમીનને પોચી કરવા ગોડ કરવો એક નાનકડું સાધન વસાવી લો  બગીચામાં કામ કરતી વખતે હાથ મોજા જરૂર પહેરવા . શાકભાજી .ભીંડા, રીંગણ અને મરચાંના ફળો સમયે સમયે પાકે એટલે ઉતારી લેવા .તમારા છોડમાં આવતા રોગ જીવાત વિષે કે સ્પૂન સપ્લીમેન્ટ વિષે વધુ માહિતી  માટે સંપર્ક... Read more...
પાંદડા -મૂળ -ફળ ઉગાડો
તમારા પોતાના ઘરે ચોમાસામાં પાંદડા, મૂળ અને ફળ કેવી રીતે ઉગાડવા તે શીખો શાકભાજીનો બગીચો શરૂ કરવાનો મારો પહેલો પ્રયાસ આવો હતો: હું એક એગ્રોમાં ગયો, સૌથી આશાસ્પદ દેખાતા ટામેટાંના બીજ પસંદ કર્યા, અમારા આંગણામાં એક નાના કુંડામાં વાવ્યા. મેં ગમે તે કર્યું, તે છોડ ક્યારેય ખીલ્યા નહીં, અને ખિસકોલીઓ છોડ પર ઉગેલા થોડા ફળો લઈને ભાગી ગઈ. મુઠ્ઠીભર મીઠા લાલ ફળો ચૂંટવા અને બગીચામાંથી સીધા ખાવાના મારા ખયાલમાં આ બધું હું કરતો હતો જ્યાં સુધી મેં એક કૃષિ મિત્ર દ્વારા મને આપવામાં આવેલા કેટલાક ફ્રી દેશી વેજીટેબલ લીફી બીજ... Read more...
આ ચોમાસે ઘર આંગણે -ગ્રોબેગમાં કિચન ગાર્ડનિંગ આયોજન વિચારો , સહેલું છે :
• તમારા વિસ્તાર , જગ્યા અને ક્યાં ક્યાં શાકભાજી વાવવા છે તે પ્રમાણે આયોજન કરવું. • પોતાની પસંદગીના શાકભાજી ના ઓર્ગનિક બીજ RKGC માંથી મેળવવા . • પૂરતા 6 થી 8 કલાક સૂર્યપ્રકાશવાળી ખુલ્લી જગ્યા પસંદ કરવી. • ગ્રોબેગ લાવી પોટમીક્ષ થી ભરવી અને તેમાં ઋતુ અનુરૂપ શાકભાજી વાવવા જોઈએ. • કુટુંબના સભ્યોની જરૂરિયાત પ્રમાણે આખા વર્ષ દરમિયાન શાકભાજી મળી રહે તે પ્રમાણે આયોજન કરવું જોઈએ. ખુબજ સરળ છે અટટરથીજ વિચારો -આયોજન કરો વધુ વિગત અને માહિતી મેળવવા રાજકોટ કિચન ગાર્ડનિંગ ફેસબુક અને વોટસેપ ગ્રુપમાં તંમારા પ્રશ્નો પુછી શકો છો... Read more...
મરચી-ટામેટી, રિંગણી વગેરેના તૈયાર રોપા જોઈતા હોય તો ક્યાંથી મળે ?
તૈયાર રોપા વાવવો ખુબ સારી વાત છે, તૈયાર રોપ હવે ઘણી જગ્યાએ મળતો હોય છે. પરંતુ તે બધા હાઈબ્રીડ હોય છે દેશી બીજ માંથી રોપ આજે કોઈ બનાવતું નથી. હાઈબ્રીડ રોપ ખાત્રીબંધ જોઈતા હોય તો મળી શકે છે. RKG ક્લબના મેમ્બર્સ સાગમટે એક સાથે એક દિવસ નક્કી કરે તો તેમને ખાસ પ્રકારના રોપ આપણે મંગાવી શકીએ. પરંતુ તે માટે શનિવારે નોંધણી કરાવીએ તો સોમવારે બધાને રોપ આપી શકાય અને ખુબ જ વ્યાજબી દરે ખરીદી શકીએ તેવી વ્યવસ્થા આપણે  ગોઠવી શકીએ. દા.ત. ચોકલેટ રીગણા, કોબી, ફુલાવર, ગલગોટા વગેરે પણ મંગાવી શકીએ. વધુ વિગત માટે... Read more...
ટેરેસ ગાર્ડનનું આયોજન ચોમાસા પહેલા વિચારી રાખો આ વાંચો
  જ્યાં છોડવા રાખવા છે તે ટેરેસ (છત) જરૂરી વજનને સહન કરવા માટે પૂરતું મજબૂત તેમજ જળ અવરોધક માધ્યમ ધરાવતું હોવું જોઈએ. આ ઉપરાંત વધારાના પાણીના સંપૂર્ણ નિકાલ માટે ચારે બાજુથી પૂરતો ઢાળ અને પૂરતા પ્રમાણમાં છિદ્રો હોવા જોઈએ. સપાણીનો પૂરવઠો અથવા છતની ટોચ પર પાણીની ટાંકીની સુવિધા હોવી જોઈએ. પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે અને છોડની સારી વૃદ્ધિ માટે ટપકસિંચાઈ પદ્ધતિને અનુસરવું. ઉનાળામાં છતને શેડનેટથી ઢાંકવું . પાકની પ્રકશસંશ્લેષણ માટેની જરૂરિયાત પૂરી પાડવા , ટેરેસ ગાર્ડનને ૬-૮ કલાક જેટલી સૂર્યપ્રકાશની જરૂરિયાત રહે છે. જેથી, બીજી ઇમારતોનો છાંયડો ટેરેસ ગાર્ડન પર... Read more...
બગીચામાં છોડના પાન પીળી થઇ જાય છે. શું કારણ ?
તમારા ક્યા છોડ માં પાન પીળા પડે છે તેનો નજીક થી પાડેલો ફોટો રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુકમાં સેન્ડ મેસેજ દ્વારા  પોસ્ટ કરજો.   પાન પીળા પડવાના વિવિધ કારણો હોય છે, મોટા મોટા કારણો જોઈએ તો  1. ખુબ ઓછું પાણી અથવા વધુ પડતું પાણીના લીધે લાગેલો સ્ટ્રેસ  2. ઓછો સુર્ય પ્રકાશ અથવા વધુ પડતો સૂર્ય પ્રકાશથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ખલેલ  3. પોષક તત્વોની ખામી મુખ્ય તત્વો એન-પી-કે ઉપરાંત અમુક સુક્ષ્મ  તત્વોની ખામી.  4. વૃક્ષો અને વનસ્પતિમાં લાગતા વાયરલ ઇન્ફેકશન અથવા ફૂગનો એટેક.  વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી  ફેસબુક પેઝ લાઈક... Read more...
ટેરેસ ગાર્ડનીંગ પર્યાવરણીય સમસ્યાઓના નિવારણનો એક ટકાઉ ઉપાય
આજે વિશ્વમાં તાજા ખોરાકની પ્રાપ્યતા, જૈવ વિવિધતામાં ઘટાડો, શહેરી કચરાનો નિકાલ, વાયુ અને ધ્વનિ પ્રદૂષણ, જંતુનાશક દવાના ઉપયોગથી થતા સ્વાથ્યના જોખમો, કુપોષણ, સતત વસ્તી વધારો જેવી અનેક વૈશ્વિક ચિંતાઓથી ઘેરાયેલ છે. હરિયાળી ક્રાંતિથી દેશે ઉપલબ્ધ ખેતીલાયક જમીનમાં ખાદ્ય સુરક્ષા હાંસલ કરી છે. પરંતુ, હવે પોષણ સુરક્ષા વિશે વિચારવાનો સમય આવી ગયો છે. દેશમાં થઇ રહેલા ઝડપી શહેરીકરણથી વિવિધ કુદરતી સંસાધનો પર ભારે દબાણ સર્જાયું છે. જેને કારણે શહેરોમાં સ્થાનિક પર્યાવરણીય સમસ્યાઓ અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીની સમસ્યાઓ સર્જાયી છે. તાજેતરમાં ટેરેસ ગાર્ડનનો વિચાર ઝડપથી વિકસિત થઇ રહ્યો છે ટેરેસ ગાર્ડનીંગ ખાઘસુરક્ષા, કુપોષણ... Read more...
કુદરતની દેન સીવીડ માંથી બનેલું ભુસત્વ તમારા કિચન ગાર્ડનને રાખશે તરોતાજા
ભુસત્વ એક નેચરલ સીવીડ એકસ્ટ્રેકટ છે.  ભુસત્વ નોર્વેથી આવેલું  એસ્કોફાઈલૂમ  નોડોસમ જે ઇકોફ્રેન્ડલી છે.  ભુસત્વ છોડના મૂળ અને કોષોની વૃદ્ધી માટે ઉત્તમ છે જે ક્લોરોફીલ વધારે છે.  ભુસત્વ ઉપરથી છાંટવા અને જમીનમાં પણ સારું છે.  ભુસત્વ ૨ મિલી/લીટર પુરતું છે. બોટલનો ૧ પંપ એટલે ૨ મિલી  ભુસત્વ નો ઉપયોગ દર અઠવાડિયે કરો અને વાપરો ત્યારે બોટલને સારી રીતે હલાવો  વધુ વિગત માટે પટેલ એગ્રો સીડ્સ રાજકોટ ૯૮ ૨૫ ૨૨ ૯૯ ૬૬  Powered By રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક પેજ  Read more...