My Organic Garden Blog

ગુલાબના છોડની વૃદ્ધિ અટકી ગઈ અને પાંદડા પીળા થઈ ગયા હોય તો શું કરવું જોઈએ ?
જો તમારા ગુલાબના છોડની વૃદ્ધિ અટકી ગઈ હોય અથવા પાંદડા પીળા થઈ ગયા હોય અથવા ફૂલ આવવાનું બંધ થઈ ગયું હોય અથવા ફૂલો નાના કદમાં આવી રહ્યા હોય, તો તમારા છોડ પર ચોક્કસપણે સ્પૂન સપ્લીમેન્ટ ગુલાબ નો ઉપયોગ કરો. તે છોડમાં ક્લોરોફિલ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, તેની સાથે તે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાને પણ વધારે છે, જેના કારણે છોડ ફરીથી લીલા થવા લાગે છે અને ફરીથી ફૂલ આવવા લાગે છે. તેનો ઉપયોગ કરતા પહેલા એક દિવસ છોડને પાણી આપવાનું બંધ કરો જેથી માટી સુકાઈ જાય. આ પછી, 2 લિટર પાણીમાં 1... Read more...
તમારા ગુલાબ માં વધુ ફૂલો લાવવા
  તમારા ગુલાબમાં વધુ ફૂલો લાવવા સ્પુન સપ્લીમેન્ટ ફલાવરીંગ જમીનમાં આપો, પુષ્કળ ફૂલોથી તમારા ફૂલ છોડ લચી પડશે.વધુ વિગત માટે : 9825229766 રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનીટીના મેમ્બર માટે ખાસ વળતર થી સ્પુન સપ્લીમેન્ટ મેળવો.  અત્યારે જ ઉપર જણાવેલ નંબર પર ફોન કરો.  Read more...
મારે મારા બગીચામાં પતંગિયા આવે એવું કરવું છે તો શું કરવું ?
બગીચામાં ફૂલો આવતા હોય તો પતંગિયાનું આકર્ષણ થાય, જ્યાં ફૂલો હોય ત્યાં મધમાખીનું પણ આગમન થાય, મધમાખી અને પતંગિયા વધુ ફળો લાવવા માટે ફલીનીકરણ માટે મદદ કરે છે. તમારા કિચન ગાર્ડનમાં થોડા ફૂલો જેવા કે મેરીગોલ્ડ, કેલેન્ડ્યુંલા, વરબેના, બારમાસી વગેરે લગાડો અને સાથે સાથે મોટા કુંડામાં વરીયાળી ના ચક્કર (ફૂલ) આવે ત્યારે પતંગિયા જરૂર આવશે. વરીયાળી  તમે કરીયાણાના વેપારી  પાસેથી લાવો ત્યારે થોડી વાવી દેજો.  Read more...
મેરીગોલ્ડ એટલે ગલગોટા માં કેટલી જાતનાં ફૂલો આવે છે
મેરીગોલ્ડ માં વિવિધ કલર અને આકારના ફૂલો માટે અલગ-અલગ બીજ ની પસંદગી કરી શકાય દાખલા તરીકે મેરીગોલ્ડ યલો, મેરીગોલ્ડ ઓરેન્જ, ફ્રેન્ચ મેરીગોલ્ડ, આફ્રિકન મેરીગોલ્ડ, ગેલાર્નીડીયો પસંદગી કરી શકાય. આ સીઝનલ ફૂલો છે Read more...
મારા ફૂલછોડમાં વધુ ફૂલો લાવવા કયું ખાતર નાખવું ?
  ફૂલછોડમાં અને ટામેટી કે શાકભાજીમાં વધુ ફૂલો લાવવા કયું ખાતર નાખવું ?બઝારમાં રાયડાનો ખોળ મળે છે તેને મસ્ટર્ડ કેક કહેવાય તે થોડો લાવીને તેને મિક્ષચરમાં ભૂકો  કરી  રાખો તે દરેક છોડમાં ૨-૩ ચમચી જમીનમાં  આપો વર્મીકમ્પોસ્ટ સારી ક્વોલીટીનું દાણાદાર દર ૧૫ દિવસે થોડું દરેક છોડમાં આપો ફૂલો વધુ લાવવા માટે છોડના મૂળને ફોસ્ફરસ વધુ જોઈએ તે પૂરતા પ્રમાણમાં આપવા માટે તમે ઓર્ગેનિક બોનમિલ ૩/૪ ચમચી છોડ દીઠ અને એપ્સોન સોલ્ટ 2-3 ચમચી આપી  શકો. ફોસ્ફરસ મેગ્નેશિમ અને કેલ્શિયમ મળશે.  વધુ વિગત માટે RKGC ફેસબુક કોમ્યુનિટી વાંચતા રહો અને બીજાને પણ પોસ્ટ... Read more...
હાઈબ્રીડ ગલગોટાના બીજ કેટલા દિવસે ઉગે ? શું કાળજી લેવી ?
ગલગોટા એટલે કે આફ્રિકન મેરીગોલ્ડના બીજ ખુબ જ જીણા હોવાથી ખુબ જ કાળજીથી ઉગાડવા જોઈએ, બીજ ઊંડું જાય તો ઉગતા નથી. બીજ ૭ થી ૧૦ દિવસમાં ઉગે છે. ઉગ્યા  પછી મેરીગોલ્ડના પ્લાન્ટને ટ્રાન્સપ્લાન્ટ કરવો જોઈએ. છોડ ઉપર એટલે કે પાંદડા ઉપર પાણી નાખવું જોઈએ નહિ તે યાદ રાખો. વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.  Read more...