My Organic Garden Blog

રોજ સાંજે વરસાદ આવે છે મરચીમાં પાન કુક્ડાઈ ગયા છે અને રીંગણામાં છોડ બહુ વધી ગયા છે શું કરવું ?
સૌથી પ્રથમ રાજકોટ કિચન ગાર્ડનીંગ ક્લબના એક્ટીવ મેમ્બર તરીકે ધન્યવાદ, જુઓ વરસાદ વધુ થયો છે,  ભાદરવાની ગરમી પડવાની છે તેથી રોગ આવાની પૂરી શક્યતા છે. વાતાવરણ ભેજવાળું રહેવાથી ફૂગના રોગો આવે છે મરચીમાં સલ્ફર ૮૦ ટકાનું દ્રાવણ છાંટવાથી અથવા ગૌમૂત્ર છાંટવાથી ફાયદો થશે. રીંગણા ખુબ વધી ગયા છે કારણ કે વરસાદ નું પાણી સતત મળે છે ત્યારે વિકાસ વૃદ્ધિ  થઇ જાય છે ક્યારામાં થોડો ગોડ કરી ભેજ ઘટાડવા પ્રયત્ન કરજો. છોડ ખુબ વધી ગયા હોય એટલે કે ગોઠણ સમા થી મોટા થઇ ગયા હોય તો ઉપરની ડુંખ કાપીને વધુ ડાળીઓ... Read more...
વધુ જગ્યા છે તો મારા ગાર્ડનમાં મોટા છોડ ક્યાં વાવવા ?
વધુ જગ્યા હોય તો કિચન ગાર્ડનમાં પપૈયા, મીઠી લીમડી, સરગવો, લીંબુ, કેળ જેવા પાકના એકાદ છોડનું પણ આયોજન થઈ શકે છે.  જરૂરિયાત મુજબ ગોડ , ખાતર, પાણી અને પાંકસંરક્ષણનાં પગલાં લેવાં જરૂરી છે.  બગીચામાં ખેતીકાર્ય માટે ઉપયોગી નાનાં સાધનો જેવાં કે ગાર્ડન ટુલ્સ, દાંતરડા, ખુરપી, દવા છાંટવાનો પંપ વગેરે રાખવાં ખાસ આંવશ્યક છે. Read more...