કિચન ગાર્ડનમાં પાયામાં સેન્દ્રિય ખાતરો આપેલ હોય, માટી ફળદ્રુપ હોય અને છોડનો વિકાસ સારો હોય તો રાસાયણિક ખાતરો આપવાની જરૂરિયાત રહેશે નહીં,
તેમ છતાં જરૂરિયાત જણાય તો યુરિયા, એમોનિયમ સલ્ફેટ, એનપીકે, જ જેવા ખાતરો માર્ગદર્શન મેળવી આપવા અથવા તો થોડી માત્રામાં જ આપવાં.
કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે શાકભાજીના છોડ તથા કિચનનો ભીનો કચરો ( રાંધેલો ખોરાક નહિ ) , ચાનાં ફૂચા, નીંદામણનો કચરો, ઝાડનાં સૂકા પાન, નકામા કાગળ, જેવો કોઈપણ સડી જાય તેવા સેન્દ્રિય કચરાનો ઉપયોગ કરી કમ્પોસ્ટ ખાતર બનાવી શકાય. આ બ્લેક ગોલ્ડ ખાતર તમારા ઘરે બનાવો તો તમારા કિચન ગાર્ડન માટે બ્લેક ગોલ્ડ બનશે . વધુ વિગત માટે 9825229966 . બ્લોગ -વોટ્સએપ ચેનલમાં વાંચતા રહો