અંગ્રેજી નામ : Brussel Sprout વૈજ્ઞાનિક નામ : Brassica oleracea var. gemmifera વતન : Belgium કુળ : Brassicaceae બ્રુસેલ સ્પ્રાઉટ એક મહત્વની શાકભાજી છે. ભારતમાં મુખ્યત્વે હિમાચલપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરપ્રદેશના ટેકરી વિસ્તારમાં, મહારાષ્ટ્ર, નીલગીરી અને તામિલનાડુમાં ઉગાડવામાં આવે છે. ખાસ કરીને યુરોપિયન દેશો તથા અમેરિકામાં તેની ખેતી થાય છે. પાંદડાની ટોચ ઉપર ઉગતા નાના હેડ અથવા સ્પ્રાઉટને સલાડ તેમજ શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. જેમાં વિટામીન-એ, વિટામીન-સી, નિયાસિન, રીબોફ્લોવિન, કેલ્શિયમ અને આયર્ન ભરપૂર હોય છે. ઉપયોગઃ (૧) શરીરનું વજન જાળવવામાં મદદ કરે છે. (ર) કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે....
Read more...