કરંજનું ઝાડ રપ થી ૪૦ ફુટ ઉંચા થાય છે. કરંજ નદીકાંઠે કે કોતરોમાં ઉગેલા પણ જોવામાં આવે છે. થડ અને શાખાઓ ભૂરા રંગના હોય છે. તેની કોમળ શાખાઓ નીચી જુકેલી જોવા મળે છે. તેના પાના કાચ જેવા બહુજ ચમકતા અને ઘેરા લીલા રંગના સુંદર હોય છે. તેની શોભા જોવા જેવી હોય છે. ચોમાસુ બેસતા આછા ગુલાબી અને આસમાની ઝાય દેતા સફેદ રંગના નાના નાના ફુલો ઝુમખા બંધ સુંદર લાગે છે. સવાર પડતા જ ઝાડ નીચે અસંખ્ય પુષ્પો ઝાડમાંથી ખરીને વેરાઇને પડેલા હોય છે. તે ફુલો મોતી વેરાયેલા હોય તેવા લાગે...
Read more...