My Organic Garden Blog

કિચન ગાર્ડનમાં શાકભાજીમાં ફૂલનું ખરણ અટકાવવા માટે પાણી સાથે હિંગ અને બાજરીનો લોટ
ચોમાસામાં તથા શિયાળામાં કિચન ગાર્ડનની શાકભાજીમાં ફૂલ આવે છે પણ ફૂલનું ખરણ થાય છે,  ફળ બેસે તે પહેલાં જ ફૂલ ખરી પડે છે, જેના કારણે ફળ  બિલકુલ ઓછા  મળે છે. શાકભાજીમાં ફૂલનું ખરણ થાય ત્યારે હિંગ (Ferula asafoetida) અને બાજરી (Pennisetum typhoides) ના લોટનો ઉપયોગ થાય છે.   ૫ ગ્રામ હિંગ અને ૫૦ ગ્રામ બાજરીનો વાસી લોટ મિશ્ર કરી એક પોટલી બનાવી ફૂલ આવવાના સમયે પાણી  આપતી વખતે  પોટલી મૂકવામાં આ છે પછી તેના ઉપર પાણી રેડીને આપવામાં આવે છે આ પ્રમાણે કરવાથી  ફૂલ ખરતાં અટકે છે અને કોકડવા જેવો રોગ પર આવતો નથી.... Read more...
વાનસ્પતિક જંતુનાશકો : કિચન ગાર્ડનની ચુસીયા જીવાત માટે મરચા - લસણપેસ્ટ માંથી દવા કેમ બનાવવી ?
પાંદડાને નુકશાન કરતી જીવાતને દૂર રાખવામાટે મરચા-લસણનો અર્ક : મરચા-લસણનો અર્ક પાંદડાને નુકસાન કરતી જીવાત માટે ઉપયોગી છે. લસણમાં રહેલ સલ્ફર અને મરચામાં રહેલ કેપ્સીસીન જીવાતને અવરોધે છે. તૈયાર કરવાની પદ્ધતિ : ૫૦૦ મિલી પાણીમાં બે કંદ લસણના અને 10 નંગ ખુબ તીખા લાલ કે લીલા મરચા છુંદીને કે ગ્રાઈન્ડ કરી એક રાતભર રાખી દો. સવારે બારીક કપડાથી ગાળી લો અને ત્યારબાદ તેમાં સાદા સાબુનુ ( ડીટર્જટ) દ્રાવણ થોડું ઉમેરી દો. આ પાણી સ્પે પંપથી છોડ પર છાંટવુ. Read more...
પ્રો હોમ કિચન ગાર્ડનના છોડ માં  રોગ અને જીવાત આવે તો શું કરવું ?
ડુંગળી, લસણનો ઉપયોગ કરો  ડુંગળી અને લસણ તીવ્ર વાસ ધરાવે છે. તેના નાના ટુકડા કરીને મિક્ષરમાં ક્રશ કરી પેસ્ટ બનાવવી. આ તૈયાર કરેલ પેસ્ટ ને પાણીમાં નાખી આ પાણીને છોડ પર સ્પે કરવાથી કીડી-મકોડા જીવાતોથી છુટકારો મળે છે.   મીઠું  સોલ્ટનો ઉપયોગ કરો    લિટર પાણીમાં 1  ચમચી મીઠું ઓગાળીને છંટકાવ  કરવાથી જીવાતો નું નિયંત્રણ થશે  લીમડાંની લીંબોળી નું તેલનો ઉપયોગ કરો   નીમ :જીવાત દૂર રાખશે , યુસિયા પ્રકારની જીવાતો / ઇયળોનો ઉપદ્રવ ન થાય તે માટે લીમડા ની લીંબોળી ના મીજ ને વાટી ને એક રાત પલાળી ને બનાવેલું  દ્રાવણ  છાંટો અથવા બઝાર... Read more...
જીણી જીવાતના નિયંત્રણ માટે સ્ટીકી ટ્રેપ લગાડો
કિચન ગાર્ડન હોય કે ખેડૂતોનું ખેતર જ્યાં વનસ્પતિ હોય ત્યાં વિવિધ ચુસીયા જીવાતો આવી જતી હોય છે. આ તમે કહો છો તે પ્રમાણે મને લાગે છે છે તમે સફેદ માખીની વાત કરો છો. સફેદ માખીને દુર રાખવા માટે નીમ અને ગૌમૂત્ર જેવું બાયો પેસ્ટીસાઇડ વાપરવા થી સફેદ માખી એટલે કે વ્હાઈટ ફ્લાય દુર રહે છે. આપણે જયારે ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગ   કરીએ છીએ ત્યારે જંતુનાશકનો સ્પ્રે કરવો નથી તેવા સમયે સફેદમાખી, મોલોમસી, થ્રીપ્સ, કથીરી જેવી સોફ્ટ બોડી જીવાતોને કાબુમાં રાખવા માટે હવે બજારમાં સ્ટીકી ટ્રેપ મળે છે. તેનો ઉપયોગ કરવું જોઈએ.... Read more...
વાનસ્પતિક જંતુનાશક : ચૂસિયાં જીવાત માટે બ્રહ્માસ્ત્ર બનાવવાની રીત સમજાવો
બ્રહ્માસ્ત્ર વાનસ્પતિક જંતુનાશક બનાવવા ની રીત :એક લિટર ગૌમુત્ર લો તેમાં 300 ગ્રામ લીમડાના પાન, 200 ગ્રામ સીતાફળના પાન, 200 ગ્રામ પપૈયાના પાન 200 ગ્રામ દાડમના પાન, 200 ગ્રામ જામફળના પાન, 200 ગ્રામ ગંધાતીના પાન ( પીળા ,ગુલાબી ફૂલ ધરાવતી વાડ માં થતી વનસ્પતિ ) 200 ગ્રામ ધતુરાના પાન લઈ બધા પાનની પેસ્ટ(લુગદી) વાટી ને ગૌમુત્રમાં ઉમેરી દો. આ મિશ્રણને ગરમ કરી ઉકાળો. 10 મિનિટ જેટલુ ઉકળવા દઈ તેને 24 ક્લાક ઢાંકી ઠંડુ થવા રાખી મુકો. ત્યારબાદ બારીક કપડાથી ગાળી લઈ બોટલમાં ભરી લેવુ આ થયું ચુસીયા જીવાંત માટે નું... Read more...
કિચન ગાર્ડનમાં શાકભાજીમાં કાળી જીવાંત ના નિયંત્રણ માટે ઉપાય શું ?
જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયાથી મોલોની શરૂઆત થાય છે અને ફેબ્રુઆરીમાં ઉપર ખૂબ જ વધી જાય છે. તે આછા લીલા , કાળા અથવા સહેજ પીળા રંગની અને પાંખો વિનાની હોય છે. મોલોનું શરીર પોચું હોય છે અને આકાર લંબગોળ હોય છે. તે છોડનાં પાનની નીચેની બાજુએ ચોંટી રહી ત્યાંથી રસ ચૂસે છે, પરંતુ મોસમના અંત ભાગમાં અથવા પરિપક્વ થવા આવે ત્યારે પાંખવાળી મોલો દેખાય છે. પાંખો પારદર્શક, આગળથી લાંબી, પહોળી અને પાછળથી નાની હોય છે.  મોલોમશી આવવાની શરૂઆત થાય ત્યારે પાક ઉપર રાખનો છંટકાવ કરવામાં આવે છે: આ રીતે કાપડની પોટલીમાં રાખ નાખીને... Read more...
કિચન ગાર્ડનમાં મીલીબગનો ઉપદ્રવ ઘટાડે લીંબુનો રસ
આપણા કિચન ગાર્ડનમાં સફેદ આકારની ચુસીયા જીવાત જે ખાસ કરીને જાસુદ , પપૈયા , ચંપો અને મોટાભાગના શાકભાજીમાં દેખાત છે તેને મીલીબગ કહેછે , મીલીબગનો ઉપદ્રવ વધુ હતો ત્યારે 1 લિટર પાણીમાં 5 થી 8 મિલી લીંબુનો રસ નાખી છંટકાવ કરવાથી સારું પરિણામ ખેડૂતોને મળ્યું છે. અમારા અવલોકન પ્રમાણે ખટાશથી જીવાતની દેહધાર્મિક ક્રિયામાં અવરોધ પેદા થાય છે. એકદમ અક્સીર પદ્ધતિ માલુમ પડી છે. અથવા નીમ ઓઇલ સાથે ચપટીક ડિટર્જન્ટ સાથે છાંટવાથી પરિણામ મળે છે , આ જીવાત ઉડતી નથી તે તમારા છોડમાં થડ કે બીજા છોડ ને ડાલી અડતી હોઈ ત્યાંથી... Read more...
કિચન ગાર્ડનમાં મીલીબગનો ઉપદ્રવ ઘટાડે લીંબુનો રસ
આપણા કિચન ગાર્ડનમાં સફેદ આકારની ચુસીયા જીવાત જે ખાસ કરીને જાસુદ , પપૈયા , ચંપો અને મોટાભાગના શાકભાજીમાં દેખાત છે તેને મીલીબગ કહેછે , મીલીબગનો ઉપદ્રવ વધુ હતો ત્યારે 1 લિટર પાણીમાં 5 થી 8 મિલી લીંબુનો રસ નાખી છંટકાવ કરવાથી સારું પરિણામ ખેડૂતોને મળ્યું છે. અમારા અવલોકન પ્રમાણે ખટાશથી જીવાતની દેહધાર્મિક ક્રિયામાં અવરોધ પેદા થાય છે. એકદમ અક્સીર પદ્ધતિ માલુમ પડી છે. અથવા નીમ ઓઇલ સાથે ચપટીક ડિટર્જન્ટ સાથે છાંટવાથી પરિણામ મળે છે , આ જીવાત ઉડતી નથી તે તમારા છોડમાં થડ કે બીજા છોડ ને ડાલી અડતી હોઈ... Read more...
વાનસ્પતિક નીમ જંતુનાશક ઘરે બનાવવાની સરળ વિધિ જણાવશો ?
લીમડાનો અર્ક : Neem Extract: લીમડો આપણે બધા ઓળખીયે છીએ અને લગભગ બધે સહેલાઈથી મળી જાય. તેમા પાંદડા, બીજ અને આંતરછાલમાં એઝાડીરાક્ટીન નામનું સક્રિય તત્વ હોય છે જે જીવજંતુઓ દૂર કરવા અસરકારક છે. તે જંતુ અવરોધક કે જંતુ નાશક તરીકે કામ કરે છે. આ એઝાડિરેક્ટિન બઝારમાં 1500 પીપીએમ થી શરુ કરી 5000 પીપીએમ સક્રિય તત્વના રૂપે બાઝાર માં મળે છે પરંતુ જાતે બનાવવું હોઈ તો વિધિ આ રહી લીમડાનો અર્ક તૈયાર કરવાની પદ્ધતિ : લીમડાના બીજ, પાન અને છાલમાંથી અર્ક બનાવી શકાય પણ બીજમાંથી બનાવેલ અર્ક સૌથી વધુ અસરકારક છે.... Read more...
કિચન ગાર્ડનના રોગ જીવાત સંરક્ષણની કેટલીક ભારતીય દેશી પદ્ધતિ નોંધી લો
ઓર્ગનિક કિચન ગાર્ડન સંરક્ષણ માટે ભારતીય દેશી પધ્ધતિઓ : કેટલાક લોકો છોડના રક્ષણ માટે દેશી સરળ ઉપચાર કરતા હોય છે. તેના પરિણામ પણ સારા મળે છે. પ્રદેશવાર હવામાન અનુસાર આવી પધ્ધિઓ સફળ પણ થાય છે. નીચે કેટલાક ઉપચાર આપ્યા છે. ગૌમુત્ર, રાખ કે ખાટી છાશના છટકાવથી જંતુઓથી ફેલાતા વાયરસ આધારિત રોગ અટકાવી શકાય છે. ગૌમુત્ર કે છાશ એક લિટર પાણીમાં 100 મિલિથી વધુ ન રાખવુ. લીમડાનો ખોળ અથવા એરંડાનો ખોળ અથવા કરંજનો ખોળ માટીમાં ભેળવવાથી જમીનજન્ય રોગો અટકાવી શકાય છે. પાવડરી મિલિડ્યું અને કોકડવા જેવા રોગોમા 1 લિટર પાણીમાં 100... Read more...
મારા હોમ ગાર્ડનમાં છોડ ઉપર જીણી ફૂગ લાગી છે, ગોળ ગોળ છે અને કુણા પાનમાં છે. આ શું હશે ?
મતમારા  ગાર્ડનના છોડ ઉપર કુણા પાન ઉપર ચિત્ર બતાવ્યા પ્રમાણે સફેદ આવરણ ધરાવતી જીવાત છે. તેને મીલીબગ કહે છે.  આ મિલીબગ નામની જીવાત ઉડી શક્તિ નથી પરંતુ તે થડ મારફતે અથવાતો તમારો છોડ જ્યાં અડકેલો હોય ત્યાંથી તમારા છોડ પર આવે છે.  મીલીબગ નામની જીવાત ખાસ કરીને જાસુદ, ચંપો કે જેની ડાળી તોડતા ક્ષીર જેવું પ્રવાહી નીકળે છે તે ઝાડ તેને બહુ ગમે છે. પરંતુ મીલીબગ હવે બધા જ પાકમાં નુકશાન કરે છે.  મીલીબગ નામની જીવાત ઉપર પાતળું સફેદ આવરણ હોય છે જેના લીધે તેના ઉપર કોઈ પણ પ્રકારની જંતુનાશકનો છંટકાવ... Read more...
ચુસીયા જીવાત માટે હોમ મેડ બાયો પેસ્ટીસાઇડ કેમ બનાવવું ?
કિચન ગાર્ડનમાં ચુસીયા જીવાત એમાય ખાસ કરીને મીલીબગ, મોલો, સફેદમાખીનો ઉપદ્રવ થોડો થોડો થતો હોય છે તેથી દર અઠવાડિયે એક વખત જાતે બનાવેલ સ્પ્રે છાંટો. એક નાની ડુંગળીને ગ્રાઈન્ડરમાં ક્રશ કરો તેમાં એક ગાઠીયો લસણનો નાખી મીક્ષરમાં એક તીખું મરચું નાખી પેસ્ટ બનાવો. પછી તેમાં થોડું પાણી ઉમેરી એક કલાક સ્થિર થવા દો. અને ગાળી લો. તેમાં ૧ ચમચી ડીટર્જન્ટ પાઉડર ઉમેરો અને ચુસીયા લાગ્યા છે તે છોડ ઉપર છાંટો.   Read more...
કિચન ગાર્ડન માંટે વાનસ્પતિક જંતુનાશક : નીમાસ્ત્ર જાતે બનાવવાની વિધિ શું ?
ચુસીયા પ્રકારની જીવાતો અને મીલીબગના નિયંત્રણ માટે ઉપયોગી નિમાસ્ત્ર કેમ બનાવવું ? નિમાસ્ત્ર બનાવવાની વિધિ એક કાચના કે પ્લાસ્ટિક વાસણમાં 1 લિટર પાણી લો. તેમાં 50 મીલી ગૌમુત્ર અને 50 ગ્રામ ગાય નું છાણ ઉમેરો. 100 ગ્રામ લીમડાના પાનને છુંદી માવો(લુગદી) બનાવી આ મિશ્રણમા ભેળવો. બરાબર હલાવી આ મિશ્રણ 24 કલાક ઢાંકીને આથવણ આવવા દો. દિવસમાં ચાર- પાંચ કલાકે મિશ્રણ થોડુ હલાવતા રહેવું. તૈયાર મિશ્રણને બારીક કપડા વડે ગાળી લો. છોડ પર છંટકાવ કરવા 1 લિટર પાણીમા 100 મીલી નીમાસ્ત્ર મેળવી સ્પ્રે પંપમાં ભરી છોડ પર છંટકાવ કરો. યુસીયા પ્રકારની... Read more...