My Organic Garden Blog

વર્મીકમ્પોસ્ટ કેવી રીતે બને ? ક્યાં મળે ?
વર્મીકમ્પોસ્ટ કેવી રીતે બને ?  વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવવાની પ્રક્રિયા સમજો તો સમજાય કે બજારમાં 20 રૂપિયે કિલો વેંચતા  વર્મીકમ્પોસ્ટ કેવા હોય ?  ચાલો સમજીયે અળસિયાની કમાલ ને !  અળસિયા નર અને માદા બંનેના પ્રજનન અંગો ધરાવે છે. પુખ્ત અળસિયા દર પંદર થી વીસ દિવસે સમુહમાં ઈંડા મુકે છે. જેને ʻકકુનʼ કહે છે. જેમાંથી બચ્ચા તૈયાર થાય છે. અળસિયાને ઊંઘ કે આરામ નથી. જન્મે ત્યારથી સતત માટી/ સેન્દ્રિય પદાર્થ ખાય છે. દરેક અળસિયું એક દિવસમાં પોતાના શરીરના વજન કરતા દોઢ થી બે ગણી માટી ખાય છે. અને હગાર બહાર કાઢે છે. આ... Read more...
પ્રો હોમ ગાર્ડનમાં માટી કઈ વાપરવી ?
માટીએ આપણા છોડનો આધાર છે જે છોડને ટેકો આપે છે અને મૂળને વિકસિત થવામાં મદદ કરે છે. માટી ફળદ્રુપ જોઈએ, ખેતરાઉ માટી ખુબ સારી, કાળી ચીકણી માટીને બદલે લાલ માટીમાં પોરોસીટી વધુ હોય છે તેનો ઉપયોગ કરી શકાય.માટીને વધુ સારી બનાવવા માટે કોકોપીટ, વર્મીકમ્પોસ્ટ, સેન્દ્રીય ખાતર, સી-વીડ, પોષક તત્વો અને જૈવિક બાયો ફર્ટીલાઈઝર નાખવું જોઈએ. માટીમાં સત્વ હશે, પોષણથી ભરપુર હશે તો છોડ વધુ સારા થશે તે યાદ રાખજો. એટલે ગ્રો બેગમાં પોટમિક્સ ખુબજ અગત્યનું છે. વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડનકોમ્યુનિટી  ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો... Read more...
પોટિંગ મિક્સ અને પોટિંગ સોઇલમાં શું ફેર ?
ઘણી નર્સરીવાળા પોટિંગ સોઇલ કે જે ખેતરાઉ માટી અથવા તો જ્યાં ખોદકામ થાય છે ત્યાંથી મિક્સ માટી એકઠી  કરેલ હોય  તેને પોટિંગ મિક્ષ તરીકે આપી દેતા હોય છે. હકીકતે પોટિંગ મિક્ષ અને પોટિંગ સોઇલ જુદું છે. પોટિંગ મિક્ષમાં વિવિધ જરૂરી તત્વોનું મિશ્રણ હોય છે. તમારા કિચન ગાર્ડનમાં તમે કુંડા કે ગ્રો બેગમાં શું વાવેતર કરવા માંગો છો તેના આધારે પોટિંગ મિક્ષ અલગ અલગ લેવું જોઈએ. એકલી ખેતરાઉ માટીમાં ગાયનું છાણ નાખી દ્યો તેવું નહિ કરતા , માટી પણ સારી લેજો , તંદુરસ્ત છોડનો આધાર ફળદ્રુપ માટી છે એટલે  એમા કોમ્પ્રોમાઈઝ ન... Read more...
શું છોડ ઉછેરવા ના કન્ટેનર કુંડા ફક્ત વજનદાર માટીના જ હોય ?
જી ના ,  કન્ટેનર તરીકે એટલે કે કુંડા તરીકે લાકડાનું બોક્સ, માટીનું કુંડુ, સિમેન્ટ નું કુંડુ, પ્લાસ્ટિકની ગ્રો બેગ કે શણમાંથી બનાવેલ કોથળા પણ ચાલે. તમારી પાસે રહેલું કોઈ પણ કન્ટેનર  તમારા બગીચાનું સાધન થઇ શકે , હવે તો બજાર માં પ્લાસ્ટિકની ગ્રો બેગ મળે છે તેમાં પોટિન્ગ મિક્સ નાખી તમારા મનગમતા શાકભાજી કે ફૂલછોડ ઉછેરી શકાય ટૂંકમાં છોડ ને આધાર આપવા  માટીની જરૂર છે તે કેમ  ભરો છો તે તમારી મરજીની વાત છે , આજ કલ પ્લાસ્ટિકના મોટા ડ્રમ ને ઉભા કાપી ને મોટા આડા કુંડા લોકો બનાવે છે , મન... Read more...
ગ્રો બેગ એટલે શું ? પોટ મિક્સ સાથે મળે ?
ગ્રો બેગ એટલે યુવી સ્ટેબિલાઇઝ્ડ પ્લાસ્ટિકની એક પ્રકારની થેલી કે જેમાં ખાસ પ્રકારના કોકોપીટ અને ઓર્ગનિક ન્યુટ્રીયન્ટ ભરેલા હોય અને તે ગ્રો બેગ માં વધારાનું પાણી નીકળી જાય તેવી વ્યવસ્થા હોય અને બીજ વાવવા માટે ગ્રો બેગ માં બીજ વાવી ને સોઇલ લેસ ખેતી થઇ શકે છે. એટલે કે જમીન વગર પણ છોડ ઉછેરી શકાય છે. ભારતમાં કિચન ગાર્ડન  આ પ્રકારે  ગ્રો બેગમાં જરૂરી પ્રવાહી ખાતરો આપી ઉગાડી શકાય છે . ગ્રો બેગમાં આપણી રીતે કોકોપિટ, માટી, સેન્દ્રીય ખાતર અને વર્મીકમ્પોસ્ટ નાખીને પણ જુદા જુદા ખાતરો આપી ઘર આંગણે શાકભાજી ઉગાડી શકીએ છીએ.... Read more...
કિચન ગાર્ડન કે ઓર્ગેનિક ગાર્ડનમાં માટી કઈ વાપરવી ?
ખુબ અગત્યનો સવાલ કારણ કે છોડ જ્યાં ઉગાડવા છે તે માટે તંદુરસ્ત અને પોષક તત્વોથી રીચ પોટમીક્ષ માટી હોવી જોઈએ એટલે જ તમારે પોટમિક્ષ હમેશા સારું લેવું જોઈએ અથવા વિવિધ પોષક તત્વો જેવા કે ફળદ્રુપ માટી (લાલ હોય તો સારું), સી-વિડ, પોષક તત્વો, છાણીયું અથવા ગળતીયું  ખાતર, વર્મી કમ્પોસ્ટ વગેરે નું ઉમેરણ કરેલું ખરીદવું જોઈએ પટેલ એગ્રો સીડ્સ રાજકોટ 9825229766 તૈયાર પોટમિક્ષ સાથે ગ્રો બેગ આવે છે તે તમારા માટે શ્રેષ્ઠ રહી શકે. Read more...
કિચન ગાર્ડનિંગ માટે માટી કેવી જોઈએ ?
ઘરની આજુબાજુની ખુલ્લી, ફાજલ જમીન, અગાશી, છત કે બાલ્કનીમાં શાકભાજી પાકોનું વાવેતર થઇ શકે છે. તેને ઘર-આંગણની ખેતી પણ કહેવાય છે.આપણે તેને કિચન ગાર્ડનિંગ  કહીશુ મકાનના કમ્પાઉન્ડમાં ઉગાડવાની શાકભાજી માટે  જમીનનો પ્રકાર બહુ મહત્વની બાબત છે તેમાં ખેતરોઉ કાળી માટી લઇ શકાય . સારામાં સારી માટી લાલ માટી ગણાય છે . જોકે હવે જો પોટમીક્ષ વાપરવામાં આવે છે.જેમાં માટી સાથે વર્મીકમ્પોસ્ટ, કોકોપીટ , પોષક તત્વો અને સેન્દ્રીય તત્વો હોયછે . બહારથી સારી માટી લાવીને ૨૦ થી ૩૦ સે.મી. સુધી ક્યારી માં અથવા લાકડાના ખોખાં, માટીનાં મોટા કુંડામાં અથવા ગ્રોબેગમાં આપણે ટામેટા,... Read more...
કુંડામાં માટી ઉપર સફેદ છારી બાજે છે કેમ ?
આપણે જયારે ઘર આંગણા માં શાકભાજી કે ફૂલો વાવતા  હોઈએ ત્યારે તમારો આ પ્રશ્ના બદલ આભાર  કુંડની માટી ઉપર  સફેદ છરી બાજે છે . તેનું કારણ જમીન છે અથવા તમે જે પાણી વાપરો  છો તેમાં  ક્ષાર છે આવી માટીમાં એટલે કે આવી માટીને સલાઈન સોઇલ કહેવાય , મીઠું છાટ્યું હોય તેવું થઇ જાય,  કુંડની માટી માં તમે વર્મી કમ્પોસ્ટ નાખતા રહો અથવા અમૃત જલ, જીવામૃત આપો , આ કેમ બનાવવું તે આપણા બ્લોગ ઉપર મળી જશે  .જીપ્સમ પણ કુંડામાં 4-5 ચમચી મહિને આપી શકાય . સાચો રસ્તો છે કે કુંડા ભરવા... Read more...
હોમ ગાર્ડનના છોડમા પોષણ માટે શું આપવું જોઈએ. ?
ઘર આંગણે શાકભાજી કરીયે  છીએ ત્યારે જંતુનાશકનો છંટકાવ કર્યા  વગર ઓર્ગેનિક શાકભાજી પકવવાના વિચાર આપણને હોય છે.  રાસાયણિક ખતરો વાપર્યા વગર છોડનો સારી રીતે વિકાસ થાય તે માટે છોડને પોષણ તો આપવું પડશે તો તે માટે કુદરતી તત્વો ઉમેરીને છોડનો વિકાસ કરી શકાય. દા. ત. ગૌમૂત્ર પાવું અથવાતો ગૌ મૂત્રનો છંટકાવ કરીને ચુસીયા જીવાતથી છોડ ને મુક્ત રાખી શકાય, દરિયાઈ સેવાળ - સી વીડ , વર્મી કમ્પોસ્ટ, વર્મીવોશ અને ૧૯:૧૯:૧૯; જેવા ખાતરો વખતો વખત આપીને છોડ તંદુરસ્ત રહે અને વધુ ફળો અને ફૂલો આપે તેવું આયોજન કરવું જોઈએ .  છોડને પોષણતો... Read more...
ગ્રોબેગ ભરવા પોટિંગ મિક્સ જાતે કેમ બનાવવું ?
કિચન ગાર્ડનિંગ માટે સૌથી અગત્યનું છે પોતા નો શોખ અથવા હોબી , જો તમને બાગકામ કરવાની ઈચ્છા હોય તો ચાલો બાગકામની સફળતાની એબીસીડી જોઈ લઈએ . ગ્રોબેગ ભરવા પોટિંગ મિક્સ ઘરે  બનાવતા શીખીયે . સૌથી પહેલાતો તમારા બગિચા માટે જોઈએ ફળદ્રુપ માટી આ માટી પોરસ જોઈએ , લાલ માટીના હોય તો કાળી અથવા રેતાળ માટી પણ ચાલે તેમાં પોરસ એટલેકે નિતાર સારો કરવા તેમાં 25 ટકા  કોકોપીટ ઉમેરી શકાય . કોકોપીટ એટલે નાળીયેરના છોતરામાંથી કરેલ બારીક ભૂકો જે પાણીને પકડી રાખવા સાથે પોરોસોટી જાળવી રાખે  છે .કોકોપીટ ભીનું બઝારમાંથી લેવાને... Read more...
શાકભાજી વાવેતર માટે માટી અથવા તો કુંડા માં શું શું નાખવું ?
માટી એ છોડના વિકાસ માટે ટેકો પુરો પાડે છે. છોડને જરૂરી પોષણ મળે તે માટે તેને મદદ કરે છે આમ માટી છોડનો આધાર છે. કુંડા ભરવા માટે ખેતરાઉ માટીની જરૂર પડે છે. કુંડાને ૧૦૦ ટકા કાળી માટીથી ભરી દેવાને બદલે ૩૩ ટકા ખેતરાઉ માટી જો લાલ માટી મળે તો સારું વતા ૩૩ ટકા સેન્દ્રીય ખાતર કે જે ગળતીયુ સડેલું ખાતર કહેવાય છે તે નાખવું જોઇએ, પરંતુ બઝારમાં તે મળતું નથી તેના બદલે બઝારમાં મળતું સેન્દ્રીય ખાતર મેળવીને વાપરવું જોઇએ અથવા વર્મીકમ્પોસ્ટ મળે તો તમારા કુંડાની માટી સાથે ભેળવવામાં આવે તો... Read more...