My Organic Garden Blog

ઘર આંગણે શાકભાજી ટેરેસ ગાર્ડન કઈ જગ્યાએ કરવું ?
આંગણે લીલાછમ શાકભાજી વાવવા છે પક્ષીઓના મીઠા ટહુકા સાંભાળવા છે અને ઘરની ફરતે શેરીમાં લીલા છમ વૃક્ષો વાવવા છે. ચોમાસુ નજીક આવી ગયું છે ત્યારે આપણે આંગણામાં શાકભાજી ઉગાડવા હોય તો તેના માટે થોડો વિચાર કરીએ. ફળીયામાં ક્યા સ્થળે સવારથી સાંજ સુધીનો સીધો તડકો આવતો હોય તેવી જગ્યા શાકભાજી ઉગાડવા માટે પસંદ કરી શકાય. જયા છાયો આવતો હોય ત્યાં શાકભાજીનો વિકાસ થતો નથી ક્રોટોન જેવા શોભા ના છોડ  વાવી શકાય. શહેરમાં બાજુ બાજુમાં મકાનો હોય, ફળીયુ નાનું હોય અને પુરતો સૂર્ય પ્રકાશ મળતો નવા હોય તો મકાનની છત ઉપર એટલે... Read more...
છોડના વિકાસમાં હવામાનનો રોલ શું છે ?
વધુ અથવા ઓછું તાપમાન, વધુ વરસાદ, વધુ ભેજ, પ્રખર સૂર્ય પ્રકાશ અને ઝંઝોળી નાખે તેવો પવન આપણા છોડને નુકશાન કરે છે. હવામાન સારું તેમ આપણા છોડ વધુ તંદુરસ્ત રહે છે. ટૂંકમાં સમઘાત હવામાન હોય ત્યારે સારું પડે છે . દિવસ અને રાતના  તાપમાન માં અચાનક આવતા ફેરફારો જીવાત અને રોગ આવે છે .ચુસીયા થી છોડને બચાવવા નિયમિત દર અઠવાડિયે પોષક તત્ત્વો  અને નીમ છાંટીએ તો સારો ફાયદો થાય છે . દરેક છોડને જરૂરી ન્યુટ્રીઅન્ટ આપવું પડે તો સારા ફળો આપે . Read more...