My Organic Garden Blog

પ્રો હોમ કિચન ગાર્ડનના છોડ માં  રોગ અને જીવાત આવે તો શું કરવું ?
ડુંગળી, લસણનો ઉપયોગ કરો  ડુંગળી અને લસણ તીવ્ર વાસ ધરાવે છે. તેના નાના ટુકડા કરીને મિક્ષરમાં ક્રશ કરી પેસ્ટ બનાવવી. આ તૈયાર કરેલ પેસ્ટ ને પાણીમાં નાખી આ પાણીને છોડ પર સ્પે કરવાથી કીડી-મકોડા જીવાતોથી છુટકારો મળે છે.   મીઠું  સોલ્ટનો ઉપયોગ કરો    લિટર પાણીમાં 1  ચમચી મીઠું ઓગાળીને છંટકાવ  કરવાથી જીવાતો નું નિયંત્રણ થશે  લીમડાંની લીંબોળી નું તેલનો ઉપયોગ કરો   નીમ :જીવાત દૂર રાખશે , યુસિયા પ્રકારની જીવાતો / ઇયળોનો ઉપદ્રવ ન થાય તે માટે લીમડા ની લીંબોળી ના મીજ ને વાટી ને એક રાત પલાળી ને બનાવેલું  દ્રાવણ  છાંટો અથવા બઝાર... Read more...
હોમ ગાર્ડન ની શાકભાજી ના રક્ષણ માટે લીમડો કઈ રીતે ઉપયોગી ?
લીમડો એ ઉપયોગી, પરોપકારી અને છાયાનું ઝાડ છે. લીમડો ૩૦ થી ૪૦ ફુટ ઉંચો થાય છે, સમગ્ર ભારતમાં આ વૃક્ષ જોવા મળે છે. તેનો છાયો શીતલ હોય છે. ચૈત્ર મહિનામાં લીમડામાં જીણા જીણા સફેદ ફૂલોની લંગરો લાગે છે. ચૈત્ર મહિનામાં આ ફુલો ખાવાથી પીતમાં ખુબ જ ફાયદો થાય છે. એટલે કે આ ફૂલો પિત્તનાશક છે. વૈશાખ જેઠમાં તેના ફળો પાકે છે. પક્ષીઓ આ ફળો ખાય છે. પાકેલી લીંબોળીના બીજ માંથી લીમડાનું નવા વૃક્ષો ઉછેરી શકાય છે. લીમડો એ ગુજરાત રાજ્યનું વૃક્ષ છે. લીમડો ઘણા બધા દર્દોમાં તેના પાંદડા કુલ ફળ... Read more...
વાનસ્પતિક જંતુનાશક : ચૂસિયાં જીવાત માટે બ્રહ્માસ્ત્ર બનાવવાની રીત સમજાવો
બ્રહ્માસ્ત્ર વાનસ્પતિક જંતુનાશક બનાવવા ની રીત :એક લિટર ગૌમુત્ર લો તેમાં 300 ગ્રામ લીમડાના પાન, 200 ગ્રામ સીતાફળના પાન, 200 ગ્રામ પપૈયાના પાન 200 ગ્રામ દાડમના પાન, 200 ગ્રામ જામફળના પાન, 200 ગ્રામ ગંધાતીના પાન ( પીળા ,ગુલાબી ફૂલ ધરાવતી વાડ માં થતી વનસ્પતિ ) 200 ગ્રામ ધતુરાના પાન લઈ બધા પાનની પેસ્ટ(લુગદી) વાટી ને ગૌમુત્રમાં ઉમેરી દો. આ મિશ્રણને ગરમ કરી ઉકાળો. 10 મિનિટ જેટલુ ઉકળવા દઈ તેને 24 ક્લાક ઢાંકી ઠંડુ થવા રાખી મુકો. ત્યારબાદ બારીક કપડાથી ગાળી લઈ બોટલમાં ભરી લેવુ આ થયું ચુસીયા જીવાંત માટે નું... Read more...