My Organic Garden Blog

ચોમાસામાં ક્યાં વૃક્ષો ઘરની આસપાસ ઉછેરવા જોઈએ. ?
   ચોમાસું આવે એટલે વૃક્ષો વાવેતર કરી જતન કરવાનો સમય. તમે બોરસલી, પારીજાત, લીમડો, ગુલમહોર, સોના મહોર, આસોપાલવ, કરમદા, અરણી, કદમ, ટીકોમાં, ચંપો, જાસુદ, સપ્તપર્ણી, કરંજ, અરડુસી, સેતુર, ગુંદો, સરગવો... Read more...
ચોમાસા પહેલા પીળા કુલ ધરાવતા ગરમાળા નું વૃક્ષ કઈ રીતે આકર્ષક છે ?
ઉનાળામાં ગરમાળાનું વૃક્ષ તેના પીળા ફૂલોથી લચી પડે છે. પીળા ફુલો ઉનાળાની બપોરને આકર્ષક બનાવે છે. ગરમાળાનું વૃક્ષ ર૦ થી રપ ફૂટ ઉંચુ થાય છે.  વર્ષાવિજ્ઞાનના સંદર્ભે વરસાદ કયારે આવશે... Read more...
બોરસલીનું વૃક્ષ ના પાન ક્યારે ખરે , મારા ઘર પાસે વાવવું છે ?
બોરસલીનું વૃક્ષ ૨૦ થી રપ ફુટ ઉંચા અને ઘટાદાર થાય છે. બોરસલીનું વૃક્ષ છત્રી આકારનું છાંયા નું ઝાડ છે. આ ઝાડ સદાય લીલું રહેતું વૃક્ષ છે. બોરસલીનું દાતણ કરવાથી દુખતા દાંત મટે છે. તેના ફળ પક્ષીઓ ખાય છે ફળો ઉનાળામાં પાકે છે અને કેસરી કલરના ફળો.ખાવાની બાળકોને ખૂબ જ મજા આવે છે. તેમના બીજનો ઉપયોગ  બોરસલી ના વાવેતર ઉપયોગી  થાય છે. આ દેશીકુળનું વૃક્ષ છે. સ્કુલો, કોલેજો, ઘર આંગણે કે ખેતર-વાડીએ, મંદિરોમાં ખાસ વાવવું  જોઇએ.કારણ કે તે છાંયો આપતું વૃક્ષ છે બોરસલીના કુલનો ઉપયોગ બહેનો પોતાના કપડાંને સુંગંધીત રાખવા માટે કરે છે. તેના ફૂલો... Read more...
પક્ષીઓને ભાવતા સેતુર ઘરઆંગણે વાવેતર કરવા શું કરવું ?
આ વૃક્ષ મધ્યમ કદનું એશીયા ખંડમાં બધે જ જોવા મળતું બાળકો અને પક્ષીને પ્રિય વૃક્ષ છે. તે કટીગમાંથી બહુજ આશાનીથી ઉગાડી શકાય છે. શિયાળો પુરો થતા તેમાં ફળ આવે છે. તેને સેતુર તરીકે લોકો જાણે છે. શરૂઆતમાં લીલા દેખાતા , પાકે ત્યારે લાલ થઇ મરૂન કાળા કલરના થાય છે.  બાળકોને ખાટા મીઠા સેતુરના ફળ બહુ જ ભાવે છે. રેશમના કીડા ઉછેરવામાં પણ સેતુરનું વાવેતર કરવામાં આવે છે. પાકા સેતુર શીતળ અને મીઠા છે. વાયુ, પિત્ત  તેમજ રકતદોષનો નાશ કરનાર છે. આ વૃક્ષ ઘરના આંગણામાં વાવવામાં આવે તો બહુ જ આશાનીથી ઉછેરી... Read more...
કરંજનું દાતણ ખૂબ ફાયદાકારક, કરંજનું વૃક્ષ ક્યારે વવાય ?
કરંજનું ઝાડ રપ થી ૪૦ ફુટ ઉંચા થાય છે. કરંજ નદીકાંઠે કે કોતરોમાં ઉગેલા પણ જોવામાં આવે છે. થડ અને શાખાઓ ભૂરા રંગના હોય છે. તેની કોમળ શાખાઓ નીચી જુકેલી જોવા મળે છે. તેના પાના કાચ જેવા બહુજ ચમકતા અને ઘેરા લીલા રંગના સુંદર હોય છે. તેની શોભા જોવા જેવી હોય છે. ચોમાસુ બેસતા આછા ગુલાબી અને આસમાની ઝાય દેતા સફેદ રંગના નાના નાના ફુલો ઝુમખા બંધ સુંદર લાગે છે.  સવાર પડતા જ ઝાડ નીચે અસંખ્ય પુષ્પો ઝાડમાંથી ખરીને વેરાઇને પડેલા હોય છે. તે ફુલો મોતી વેરાયેલા હોય તેવા લાગે... Read more...
વૃક્ષ - ઝાડ વાવ્યા પછી જમીનમાં ભેજ જળવાઈ રહે તે માટે શું કરવું ?
ચોમાસુ એટલે ફળીયામાં અથવાતો શેરીમાં વૃક્ષો વાવવાનો સાચો સમય ગણાય. વૃક્ષ કેમ વાવવું ? પીંજરાની વ્યવસ્થા શું કરવી અને ખુબ જ ઓછા પાણીથી વૃક્ષને ટકાવી રાખવા માટે શું કરવું ? આપણા વનવિભાગ દ્વારા જે વૃક્ષારોપણ થાય છે તેમાં પણ ઉપયોગ કરવામાં આવે છે તો આ લીધે દર વર્ષે રોપવામાં આવતા વૃક્ષો માંથી મોટાભાગના વૃક્ષો બચી જાય છે અને વૃક્ષારોપણનું મીશન પાર પડી શકે છે। તમે પણ તમારી શેરીમાં આ વર્ષે એક નવું વૃક્ષ વાવજો , ઉપર દર્શાવેલ ચિત્ર બતાવ્યા પ્રમાણે આ પધ્ધતિનો ઉપયોગ કરીને વૃક્ષને કુદરત સાથે તાલ મીલાવતું કરવા... Read more...
ચોમાસે વૃક્ષ વાવતા પહેલા શું કાળજી રાખવી ?
જયા વૃક્ષ વાવવું હોય ત્યા ર-ર-ર કુટ નો ખાડો કરો. આ ખાડામાં દેશી ખાતર અથવાતો બઝારમાં મળતું સેન્દ્રીય ખાતર અને ખાડા દીઠ બે મુઠી રાસાયણીક ડીએપી ખાતરથી ખાડો ભરી દો. દેશી ખાતર અને ડીએપી નાખીને ભરેલ માટીમાં જયા વૃક્ષ વાવવાનું છે તેનાથી નજીક આપણે રેતી અથવાતો કાંકરાનો એક કોલમ બનાવવો છે. આ માટે એક ૬ ઇંચ ડાયામીટરનો ૩ ફુટનો પાઇપ લ્યો. તેમાં ઉપરના ભાગે સામસામે ૧ર મીમી ના કાણા કરો. તેમાં એક લોખંડના સળીયાને ભરાવી દો. તમારું મનગમતું વૃક્ષ વાવીને રોપની બાજુમાં માટી ભરતા પહેલા આ પાઇપને ઉભો કરો રોપ... Read more...
હોમ ગાર્ડન ની શાકભાજી ના રક્ષણ માટે લીમડો કઈ રીતે ઉપયોગી ?
લીમડો એ ઉપયોગી, પરોપકારી અને છાયાનું ઝાડ છે. લીમડો ૩૦ થી ૪૦ ફુટ ઉંચો થાય છે, સમગ્ર ભારતમાં આ વૃક્ષ જોવા મળે છે. તેનો છાયો શીતલ હોય છે. ચૈત્ર મહિનામાં લીમડામાં જીણા જીણા સફેદ ફૂલોની લંગરો લાગે છે. ચૈત્ર મહિનામાં આ ફુલો ખાવાથી પીતમાં ખુબ જ ફાયદો થાય છે. એટલે કે આ ફૂલો પિત્તનાશક છે. વૈશાખ જેઠમાં તેના ફળો પાકે છે. પક્ષીઓ આ ફળો ખાય છે. પાકેલી લીંબોળીના બીજ માંથી લીમડાનું નવા વૃક્ષો ઉછેરી શકાય છે. લીમડો એ ગુજરાત રાજ્યનું વૃક્ષ છે. લીમડો ઘણા બધા દર્દોમાં તેના પાંદડા કુલ ફળ... Read more...
રાજેશભાઈ પૂછે છે કે મારે કરંજ ના પાનમાં આવા ટપકા થઇ ગયા છે તો શું કરવું ?
રાજેશભાઈ આ વૃક્ષમાં લીફમાઈનેર નામની સુક્ષ્મ જીવાત આવી છે . તે પાંદડાની બે પડ વચે રહી ને ખોરાક લે છે આનું નિયંત્રણ એકતારા નામની જંતુનાશક થી થઈ શકે તેનો ઘાટો છંટકાવ કરવો. વૃક્ષોમાં ખાસકરીને કરંજ માં આવું જોવા મળે છે . Read more...