My Organic Garden Blog

રૂફટોપ ઓર્ગેનિક ફાર્મિંગ વિષે ચોમાસા પહેલા સમજો
ચોમાસામાં ક્યાં વૃક્ષો ઘરની આસપાસ ઉછેરવા જોઈએ. ?
   ચોમાસું આવે એટલે વૃક્ષો વાવેતર કરી જતન કરવાનો સમય. તમે બોરસલી, પારીજાત, લીમડો, ગુલમહોર, સોના મહોર, આસોપાલવ, કરમદા, અરણી, કદમ, ટીકોમાં, ચંપો, જાસુદ, સપ્તપર્ણી, કરંજ, અરડુસી, સેતુર, ગુંદો, સરગવો... Read more...
મારજોરમ એક ફ્રેંચ હર્બ - કિચન ગાર્ડનમાં ઉગાડો
મારજોરમ એક ફ્રેંચ હર્બ છે, જે ઓરેગાનોથી નજીકના સ્વાદ વાળું હર્બ છે. મારજોરમ નો છોડ ૨ ફૂટ ઉંચો થઇ શકે છે. સ્વાદને લીધે ઘણા તેને સ્વીટ મારજોરમ પણ કહે છે. મારજોરમ બીજથી ઉગે છે પરંતુ તેનું બીજ કોટિંગ ખુબ કઠણ હોવાથી ઊગવામાં વધુ સમય લ્યે છે. મારજોરમ કુંડા અને ગ્રો  બેગમાં ઉગાડી શકાય છે., જ્યાં ઉગાડો ત્યાં ઉગે પરંતુ પાણી ભરાય ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. એટલે કે ઓછું પાણી તેને ગમે છે. મારજોરમને રીચ માટી જોઈએ તેથી પોટિંગ મિક્સ ખુબ સારું વાપરવું કે જેમાં રીચ ન્યુટ્રીયન્ટ હોય અને ઓર્ગેનિક હોય. ... Read more...
સુવા ભાજી એક ભારતીય હર્બ - કિચન ગાર્ડનમાં ઉગાડો
સુવાની ભાજી એક ભારતીય હર્બ છે. સુવાની ભાજી પણ બને અને વિવિધ ડીશમાં તેનો ઉપયોગ થાય છે જેને અંગ્રેજીમાં DILL ડીલ સીડ કહે છે. સુવા વર્ષાયુ છોડ છે. સુવા બીજ માંથી ઉગાડી શકાય છે. કરિયાણા  વાળા પાસેથી લાવેલ બીજ પણ તમે તમારા કિચન ગાર્ડન માં ઉગાડી શકો છો. સુવા ૧૦ થી ૧૪ દિવસે ઉગે છે. સુવાને પાકવા દેવામાં આવે તો વરીયાળીની જેમ તેમાં બીજ આવે તે જુમખાને ખેડૂતો ચક્કર કહે છે. તમારા કિચન ગાર્ડનમાં સુવાના છોડ હોવા જોઈએ. એમાંથી બે છોડ બીજ આવે ત્યાં સુધી કટિંગ કર્યા વગરના રાખીને બીજ પણ મેળવી... Read more...
ફુદીનો એક જાણીતું મેન્થા વર્ગનું હર્બ
ફુદીનો એક જાણીતું મેન્થા વર્ગનું હર્બ છે, આપણા રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક ગ્રુપના પ્રત્યેક સભ્યોના ઘેર  ફુદીનો હોવો જોઈએ.  ફુદીનો ખુબ જ સહેલાઇથી ઉગતું હર્બ છે. જેના કટિંગ ઉગે છે, ફુદીનાને મિન્ટ પણ કહેવાય છે.  ફુદીના માટે પોચી અને ફળદ્રુપ માટી જોઈએ. તેથી ગ્રોબેગ માં પોટમિક્સ  સારી ગુણવત્તાનું હળવું- ભરભરૂ વાપરવું. અથવા વર્મીકમ્પોસ્ટ અને સ્ટરીલાઈઝડ કોકોપીટ ખાસ વાપરવું.  ફુદીનો જેમ જેમ મોટો છોડ થાય તેમ તેમ કાતરથી કટિંગ કરતા રહો તો વધુ ને વધુ વિકસે છે તેથી કટિંગ કરીને પાંદડા સ્ટોર કરો અથવા સુકવણી કરો.  ફુદીનાને ૬.૦ થી ૭.૦... Read more...
ક્યા હર્બ ઘર આંગણે ગ્રો બેગમાં ઉગાડી શકાય ?
 હર્બ ગાર્ડન એટલે કે પાંદડા વાળા ગુણકારી છોડને ઉગાડવા ખુબજ સહેલા છે તમે ગ્રો બેગ + પોટ મિક્સનો ઉપયોગ કરીફુદીનો રોઝમેરી બાસિલ થાઈમ  વગેરે ઉગાડી શકો આ ઉપરાંત આપણી ભાજી તાંજળીયો, મેથી, સુવા, પાલખ, કોથમીર, બીટની ભાજી પણ ઉગાડી શકો.  Read more...
ઓરેગાનો - યુરોપીયન હર્બ - કિચન ગાર્ડનમાં ઉગાડો અને મિન્ટ જેવો સ્વાદ મેળવો
ઓરેગાનો હિબસ્કસ પ્રકારનો કુમળો વર્શાયું છોડ છે. એ મિન્ટ ફેમિલીનો છોડ પણ ગણાય છે. ઓરેગાનો ગરમી સહન કરી શકે છે. તેનો છોડ અઢી ફૂટ ઉંચો અને ૨ ફૂટ જેવો પહોળો થાય છે. ઓરેગાનો ને ૬ થી ૭ પીએચ વાળી જમીન જોઈએ તેથી ગ્રો બેગમાં પોટ મિક્સ વાપરો તેમાં માટે સાથે વર્મીકમ્પોસ્ટ અને સ્ટરીલાઈઝ કોકોપીટ વાપરો સાથે સીવીડ ખાસ ઉમેરો. ઓરેગનોનું બીજ ૧૦ થી ૧૫ દિવસે ઉગે છે. છોડથી છોડ વચ્ચેની દુરી ૧ ફૂટ અને બે હાર વચ્ચે દોઢ ફૂટનું અંતર પુરતું છે. ૨ થી ૪ છોડ રસોડાની જરૂરિયાત માટે પૂરતા છે.... Read more...
બેઝીલ ઇટાલિયન હર્બ કિચન ગાર્ડનમાં ઉગાડવા શું કરવું ?
બેસિલ બીજ દ્વારા કિચન ગાર્ડનમાં રોજની જરૂરીયાત માટે બેસિલ વાવી શકાય છે. બેઝીલને સ્વીટ બેઝીલ પણ કહે છે. ૬ થી ૮ કલાકમાં સૂર્ય પ્રકાશ મળતો હોય ત્યાં ગ્રો બેગમાં બેઝીલ વાવી શકાય છે. બેઝીલ ભેજ જાળવી શકે તે માટે માટીમાં વર્મીકમ્પોસ્ટ અને કોકોપીટ સાથે સીવીડ અને પોષક તત્વો ઉમેરો. બેઝીલને ૫.૫ થી ૭.૫ પીએચ વાળી જમીન માફક આવે છે. બે છોડ વચ્ચે ૧૨ ઇંચનું અંતર રાખો તમારા રસોડાની જરૂરીયાત મુજબ પ્લાન્ટનું વાવેતર કુંડા અથવા ગ્રોબેગમાં કરો ઘાટા બીજ ઉગ્યા હોય તેને ઉપાડીને બીજે ચોપો. બેઝીલની બાજુમાં ટમેટા અને મરચી હશે... Read more...